________________
કુલકસંગ્રહ
૨૧ चक्खिदियघाणिदिय-सोइंदियवसगएण जे जीवा । दुक्खमि मए ठविया, ते हं खामेमि तिविहेणं ॥१६॥ सामित्तं लहिऊणं, जे बद्धा घाइया य मे जीवा । सवराहनिरवराहा, ते वि य तिविहेण खामेमि ॥१७॥ अक्कमिऊणं आणा, कारविया जे उ माणभंगेणं । तामसभावगएणं, ते वि य तिविहेण खामेमि ॥१८॥ अब्भक्खाणं जं मे, दिन्नं दुह्रण कस्सइ नरस्स । रोसेण व लोभेण व, तं पि य तिविहेण खामि ॥१९॥
તથા ચક્ષુ ઈન્દ્રિય અને શ્રવણ ઈન્દ્રિયને વશ પડેલા મેં જે જે જીવેને દુઃખમાં નાખ્યા, (દુઃખી કર્યા) તે સર્વને હું ત્રિવિધ ખમાવું છું. (૧૬)
સ્વામિપણું પામીને (રાજા–કોટવાળ વિગેરે સત્તાધીશ બનીને) મેં જે અપરાધી કે નિરપરાધી જીવેને બાંધ્યા, કેદ કર્યા, હણ્યા (હણાવ્યા) તે સર્વને પણ ત્રિવિધ ખાવું છું. (૧૭)
મારા અભિમાનને લીધે માનભંગ થએલા મેં તામસપણાને પામીને (તિરસ્કાર-દ્વેષ વિગેરે કરીને) જે જે જીવોને બલાત્કારે આજ્ઞાધીન કર્યા, (આજ્ઞા ફરમાવીને કામ કરાવ્યાં) તેઓને પણ ત્રિવિધ ખમાવું છું. (૧૮)
દુષ્ટ એવા મેં ક્રોધથી અથવા લોભથી જે કઈ પણ મનુષ્યને ખોટાં આળ (કલંક) ચઢાવ્યાં, તેઓને પણ ત્રિવિધે અમાવું છું. (૧૯)