________________
૨૬૬
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
अहिलससि चित्तसुद्धि, रज्जसि महिलासु अहह मूढत्तं । नीलीमिलिए वत्थे, धवलिमा किं चिरं ठाई ? ॥२१॥ मोहेण भवे दुरिए, बंधिअ खित्तोसि नेहनिगडे हिं। . बंधवमिसेण मुक्का, पाहरिआ तेसु को राओ ? ॥२२॥ धम्मो जणओ करुणा, माया भाया विवेगनामेणं । खंती पिया सुपुत्तो, गुणो कुटुंबं इमं कुणसु ॥२३॥
સ્ત્રી કે જે સ્વમમાં દેખવા માત્રથી પણ મનુષ્યના દેહનું સર્વસ્વ હરી લે છે, તે સ્ત્રીને મારી (મરકી)ના રોગ સરખી સમજીને તું દુર્બળ (અબળા) પણાથી (સત્ત્વ કેળવીને) તેને ત્યાગ કર. (૨૦)
હે જીવ! તું મનશુદ્ધિની અભિલાષા રાખે છે અને સ્ત્રીઓને વિષે આસક્ત થાય છે, રાગ કરે છે, અહો ! શું મૂઢપણું! ગળીમાં બળેલું વસ્ત્ર કયાં સુધી ઉજવળ રહે? અર્થાત્ સ્ત્રીરૂપ ગળીમાં રંગાયેલું મન કદાપિ ઉજ્વળ (શુદ્ધ) નથી રહેતું. (૨૧)
મેહરાજાએ તને નેહરૂપી બેડીઓથી બાંધી સંસારરૂપ બંદીખાનામાં નાખ્યો છે અને બધુઓને (માતા, પિતા, સગા સંબન્ધી વિગેરેને) રક્ષકના બહાનાથી (તું જેલમાંથી નાશી ન જાય માટે) પહેરેગીર તરીકે મૂક્યા છે, એમ સંસારમાં પૂરી રાખનારાં જેલર જેવાં તે બાન્ધવાદિ સ્વજને પ્રત્યે રાગ શા માટે કરવે? (૨૨)
ધર્મ એ જ તારે પિતા, કરૂણા જ તારી માતા, વિવેક હારે ભ્રાતા, ક્ષમા એ હારી પ્રિય સ્ત્રી અને જ્ઞાન