________________
૨૧૫
કુલકસંગ્રહ
वीरियायारनियमे, गिण्हे केई अवि जहासत्तिं । दिणपणगाहाईणं, अत्थं गिण्हे में (णे) णुण सया ॥३२॥ पणवारं दिणमज्झे, पमाययंताण देमि हियसिक्खं । एगं परिहवेमि अ, मत्तयं सव्यसाहूणं ॥३३॥ चउवीसं वीसं वा, लोगस्स करेमि काउसग्गम्मि । कम्मखयट्ठा पइदिण, सज्झायं वा वि तम्मित्तं ॥३४॥
પ્રતિદિન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અભિગ્રહો* ધારણ કરવા. કારણ–“અભિગ્રહ ન ધારે તે પ્રાયશ્ચિત્ત આવે.” એમ શ્રીયતિજતકલ્પમાં કહ્યું છે. (૩૧)
વીર્યાચાર સંબંધી કેટલાક નિયમે યથાશક્તિ હું ગ્રહણ કરું છું. સદા સંપૂર્ણ પાંચ ગાથા વિગેરેના અર્થ હું ગ્રહણ કરૂં. ઓછામાં ઓછી પાંચ ગાથા ગેખું, અર્થ કરું, ભણવું વિગેરે કરૂં. (૩૨)
(વડીલ તરીકે) આખા દિવસમાં સંયમ માર્ગમાં (ધર્મ કાર્યમાં) પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર હિતશિક્ષા (શિખામણ) આપું અને લઘુ તરીકે સર્વ વડીલ સાધુઓનું એક એક માત્રક (પરઠવવાનું ભાજન) પરઠવી આપું. (૩૩)
* કરણસિત્તરીમાં ચાર ભેદે અભિગ્રહના ગણેલા છે. તે દરરોજ કરવા યોગ્ય હોવાથી આહારાદિ સંજ્ઞાના વિજય માટે સાધુએ (ગૃહસ્થના દેસાવગાસિકની જેમ) પ્રતિદિન વ્યાદિ અભિગ્રહ ધારવા જોઈએ.