SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૧૩૧ कीवो न कुणइ लोअं, लज्जइ पडिमाइ जल्लमवणेइ । सोवाहणो अ हिंडइ, बंधइ कडिपट्टयमकज्जे ॥३५६॥ गामं देसं च कुलं, ममायए पीठफलगपडिबद्धो । घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचणो रिको ॥३५७॥ नहदंतकेसरोमे, जमेइ उच्छोलधोअणो अजओ। वाहेइ य पलियंकं, अइरेगपमाणमत्थुरइ ॥३५८॥ સત્ત્વ વિના બની લોચ ન કરે, કાયેત્સર્ગ (પડિમા) કરતાં શરમાય, શરીરને મેલ ઉતારે, પગરખાં પહેરીને ચાલે, વિના કારણે ચોલપટ્ટકને (કદરાથી) બાંધે. (પૂર્વકાળે કરે ચેળપટ્ટો બાંધવાને આચાર ન હતું તેને આશ્રીને આ દોષ જાણ) (૩૫૬) તથા અમુક ગામ, અમુક દેશ, અમુક કુલ (ગ્રહસ્થનાં ઘરે) ઉપર મમતા રાખે, (અન્ય સાધુઓ ત્યાં વિચરે તો શ્રેષ ધરે, પિતે ત્યાંને અધિકારી બની બેસે) ઋતુબદ્ધ (શેષ) કાળમાં પણ પાટ–પાટલા વિગેરે વાપરે, ઘરરૂપ માળાઓમાં આસક્ત થાય અથવા ઘેર ભેગવેલા ભેગેનું સ્મરણ કરે અને સુવર્ણ આદિ ધન રાખીને ફરવા છતાં પિતાને નિથ (અપરિગ્રહી) તરીકે જણાવે. (૩૫૭) વળી– નખ-દાંત-કેશ–શરીરના વાળ વિગેરેની (નખ કપાવે, દાંત ઘસે, વાળ એળે વિગેરે) શોભા કરે, ઘણા પાણીથી ગ્રહસ્થની જેમ હાથ-પગ અને મુખ ધયા કરે, એમ યતના રહિત બને, પલંગ વાપરે તથા સંથારા–ઉત્તરપટ્ટાથી અધિક પાથરીને સુખશીલિએ બને. (૩૫૮) તથા–
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy