SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૪૯ િ प्रतापै या॑पन्नं गलितमथ तेजोभिरूदितै र्गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा प्रवत्तं तद्रव्य ग्रहण विषये बान्धव जनै र्जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥३॥ અશરણભાવનાનું સ્વરૂપ જણાવતાં ઉપાધ્યાયજી મહારાજ આગળ વધીને ભવ્ય પ્રાણીઓને જણાવે છે કે.. (જ્યારે યમરાજા જીવ ઉપર બળાત્કાર કરે છે ત્યારે તેનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. ઉદય પામેલ તેનું તેજ પણ નષ્ટ થઈ જાય છે. તેનું ધૈર્ય અને ઉદ્યોગ-પુરૂષાર્થ વિલીન થઈ જાય છે. હૃષ્ટ-પૃષ્ટ શરીર શિચીલ બની જાય છે. તેનું દ્રવ્ય, વૈભવ કે સંપત્તિ ગ્રહણ કરવા સ્વજનો પરિજનો તત્પર બની જાય છે. મૃત્યુની સામે માણસ સર્વચા દીન-હીન બની જાય છે. એનું કશું જ ત્યાં ઉપજતું નથી. ધનના ઢગલા પણ એને બચાવી શકતા નથી. કેવી કરૂણતા... કેવી અશરણતા....) તમે કદાચ એમ માનતા હો કે ઘર મારું રક્ષણ કરશે પણ એ જ ઘરની ચાર દિવાલો ક્યારે પડી જશે અને એની અંદર જ તમે દટાઈ મરશો એની ખબર નહિ પડે. પ્રાણીઓ પર યમરાજાની દ્રષ્ટિ પડે એટલે સૌ પ્રથમ તો તેનો પ્રભાવ નાશ પામી જાય. સમ્રાટ સિકંદર, સમ્રાટ નેપોલિયન કે હીટલર. ચંગીઝખાન જેવા સમ્રાટો ઘડીના છઠ્ઠા ભાગમાં ફૂંકાઈ ગયા. જેમના નામ માત્રથી ધરતી ધ્રુજતી એવા રાજા-મહારાજાઓ પણ અસ્તિત્વ ખોઈ બેઠા. એમનો પ્રતાપ-પ્રભાવ ક્યાંય ચાલ્યો ગયો! ગમે તેટલા તેજસ્વી હોવા છતાં મૃત્યુ સમયે તમારું તેજ પણ નષ્ટ થઈ જશે. શ્રી કૃષ્ણ જેવા પ્રભાવશાળી પુરૂષનું મોત જંગલમાં એકાકી કોઈ પાસે હતું નહીં ત્યારે કરૂણ રીતે થયું. શ્રેણિક જેવા પરમગુરુભક્ત મહારાજા જેલમાં મર્યા. આવા અનેક દૃષ્ટાંત શાસ્ત્રમાં મળે છે. મોત ક્યારેય કોઈની રાહ જોતું નથી. એ ચોક્કસ ટાઈમે આવશે જ. તમે પણ માનો તો છો ને? મરણ આવશે નિયત, ક્યારે આવશે તે ખબર નથી. મોતને ઊભા રહેવાનું કહેશો તો પણ તે ઊભું નહીં રહે. તમારા બધા જ કામો, બધા જ સુખો અધૂરા જ રહી જવાના છે.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy