SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ यदपि पिण्याकतामङ्गमिदमुपगतं भुवन दुर्जय जरा पीतसारम् । तदपि गत लज्जमुज्झति मनो नांगिनां वितथमति कुथित मन्मथ विकारम् ॥ ४ ॥ વૃદ્ધાવસ્થાથી સત્વહીન અને ક્ષીણ દેહવાળા જીવોનું અતિદુર્જય એવું નિર્લજ્જ મન અતિદુર્જય એવા કામ વિકારો (મન્મય વિકાર) ને છોડી શકતું નથી આ શરમભરી વાત છે. યુવાનીમાં તો વિકારો છૂટતા નથી પણ ઘરડા થયા પછી પણ કામવાસના છૂટી શકતી નથી. મન કામમાં જ રમમાણ રહ્યા કરે છે કેવી વિચિત્ર વાસ્તવિકતા છે. શરીર માટીના ઢેફા જેવું બની ગયું હોય. માથે ઘોળા વાળ આવી ગયા. આંખે ઝાંખપ વળી હોય, કાને ધાકો પડ્યો હોય પુરૂ બોલાતું પણ ન હોય, પત્ની - પુત્રી આદિ પરિવાર એનો તિરસ્કાર કરતા હોય, કોઈ સેવા કરનાર ન હોય, આવી કરૂણાસ્પદ સ્થિતિમાં પણ એનું મન કામ વિકારો છોડતું નથી. શરીર ઘરડું થાય છે પણ મન ઘરડું થતું નથી. ઉંમર વધે છે પણ છે ધર્મ વધતો નથી. માટે સમજી શોધીને કામ વિકારોને શાન્તપ્રશાન્ત કરવા જોઈએ. આખી ઉંમર વિષયોમાં પસાર કરી હવે વિશ્રામ મેળવવો જોઈએ કહ્યું પણ છે કે શ્રાવકોને ૪ વિસામા હોય છે અનિત્ય ભાવના (૧) બાર વ્રતનો સ્વીકાર (૨) સામાયિક દેશાવગાસિકનું પાલન (૩) પાંચમ-આઠમ ઈત્યાદિ પર્વતિથિએ પૌષધ (૪) અંત સમયે અણસણ સ્વીકાર. હવે ભોગોથી અટકીએ કામવિકારોથી બચી જીવનને નંદનવન સમું બનાવીએ એજ શુભાભિલાષા... सुखमनुत्तर सुरा वधि यदति मेदुरं कालतस्तदपि कलयति विरामम् । कतरदितरत्तदा वस्तु सांसारिकं स्थिरतरं भवति चिन्तय निकामम् ॥ ५ ॥ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ શાન્તસુધારસ ગ્રન્થમાં અનિત્ય ભાવનાના ચિંતનને આગળ ધપાવતા કહે છે કે... સાંસારિકસુખ ક્યાં સુધી ટકશે ? બધું જ અસ્થિર અનિત્ય છે શું સ્થિર રહેશે ?શું કાયમ
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy