SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સંવર ભાવના સંવર ભાવના येन येन य इहाश्रवरोधः सम्भवे नियत मौपयिकेन । । आद्रियस्व विनयोद्यत चेतास्तत्तदान्तरद्दशा परिभाव्य ॥१॥ જે જે ઉપાયો દ્વારા અશ્રવો રોકી શકાતા હોય.. તે તમામ ઉપાયોને. આંતર દ્રષ્ટિ વડે વિચારીને તે ઉપાયોનો આદર કર, તે ઉપાયોને જીવનમાં અપનાવી લે. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી સંવર ભાવના નો પ્રારંભ કરતાં જણાવે છે કે જે ઉપાયો દ્વારા આપણે આશ્રવોને રોકી શકતા હોઈએ તેનું નામ સંવર ભાવના. અસ્ત્રનો સંવર: એટલે કે આસવનો નિરોધ એ સંવર છે. કુલ બેતાલીશ પ્રકારના આશ્રવો છે પાંચ ઈન્દ્રિયો ત્રણયોગ પાંચ અવત પચ્ચીસ અસક્રિયાઓ ચાર કષાય આમ કુલ્લે મળી ૪૨ આસવોના નિરોધને સંવર કહેવામાં આવે છે. કર્મોના આવવાના દરવાજાબંધ કરવા તે સંવર. સંવર ભાવનાના કુલ ૫૭ પ્રકાર છે. તેમાં મુખ્ય ૬ છે. (૧) ગુતિ (૨) સમિતિ (૩) ધર્મ (૪) અનુપ્રેક્ષા (૫) પરીષહ જય (૬) ચારિત્ર. પ્રથમ આપણે ગુપ્તિ વિષે વાત કરીશું ગુપ્તિના કુલ ત્રણ ભેદો. * મન વચન અને કાયા. (૧) મનઃ-મનની શુદ્ધિ. મનને પરમાત્મામાં શુભચિંતન દ્વારા એકાગ્ર કરવું. પરમાત્માનું શુભ ધ્યાન ધરવુંવિ, સુગુરૂને માન આપવું. તેઓનું કાયમ મનમાં રટણ રાખવું. ધ્યાન દ્વારા મનની એકાગ્રતા લાવવી ખરાબ વિચારોનો ત્યાગ કરવો સારા સંકલ્પોનું સેવન કરવું એ મનોગુપ્તિ. (૨) વચન - બોલવામાં વાતચિતમાં વિ. પ્રસંગે વચનનું નિયમન કરવું, બોલવું તો કોઈને સારું લાગે તેવું, કોઈને હિતકારક હોય તો બોલવું, સમજી વિચારીને બોલવું એટલે કે કામ પૂરતું બોલવું જેમ તેમ બોલબોલ ન
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy