SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જાય છે. અને છેવટે વિનાશ નોતરે છે. જે ગંધમાં આસક્ત બની લીન બને એ વિનાશ પામે છે. (૪) ચરિદ્રય પરવશ પતંગીયું, આંખ વિષયમાં પરવશ થતા પતંગીયાની વાત હવે વિચારીએ. દીવોલાઈટ કે પ્રકાશની આજુબાજુમાં તમે ઘણા જંતુઓ પતંગીયા જોયા હશે. દીવાની જ્યોતમાં લોભાઈને જેવા ત્યાં જાય તેવા તરત ખતમ થઈ જાય છે. દીપકમાં પતંગીયું અપૂર્વ સૌંદર્યનું દર્શન કરે છે. એમાં આસક્ત બને છે. તે વિનાશ પામે છે. એ જ રીતે જીવાત્મા કોઈ સૌંદર્ય જુએ રૂપ નીરખે, લાવણ્ય દેખે અને એમાં ચંચળ થઈ જાય છે. તેનું મન નાચી ઉઠે છે. એકીટશે એ દ્રશ્ય જોઈ રહે છે. જે જોયું એ સ્પર્શવાની ઈચ્છા કરે, અને છેવટે આત્મા અને મન ને દૂષિત કરી મૂકે. માટે આંખને વિષય પરવશ ન બનાવવી. ઈન્દ્રિયોનો ગુલામ સર્વનાશ પામે છે. (૫) શ્રવણેન્દ્રિય પરવશ હરણ : ગીત અને સંગીતમાં મોહ પામેલ હરણ જ્યારે સાંભળવામાં તલ્લીન બને છે ત્યારે શિકારી લોકો એને પકડી લે છે ને છેવટે મારી પણ નાંખે આ જીવો ફક્ત એક જ ઈન્દ્રિયોથી વિનાશ પામતા હોય તો જેની પાંચે ઈન્દ્રિયો છુટી હોય એનું તો પૂછવું જ શું? હે જીવ! જો તારે સંસારથી છૂટવું હોય અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો તું ઈન્દ્રિયો ઉપર વિજય મેળવી લે. જે ઈન્દ્રિયોને જીતે છે તે જ શુર છે તે જ વીર છે. ઈન્દ્રિયોના વિષયો દુઃખકારક, દુઃખફલદ છે એમ માની ત્યાગ ભાવના કેળવવી. उदितकषायारे, विषयवशीकृता. यान्ति महानरकेषु । परिवर्ततेरे, नियतमनन्तशो जन्म-जरा मरणेषु ॥५॥ * કષાયોના આવેશ અને વિષયોની પરવશતાના કારણે બિચારા જીવો અનંત જન્મ-જરા અને મરણના ચક્કરોમાં ફસાઈને મહા નરકમાં ચાલ્યા જાય છે. || ૫ || मनसा-वाचा रे, वपुषा चञ्चला दुर्जय दुरित भरेण । उपलिप्यन्ते रे, तत आश्रवजये, यततां कृतमपरेण ॥६॥
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy