SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જ તો કવિએ કહ્યું નહિ હોય ને? કે.... “મુક્તિ કરતાં ભક્તિ ભલી મુજ મન વસી” શિવગતિ માટે સુગમ અને સરળ ઉપાય છે ભક્તિ. મોક્ષે જવા માટે ત્રણ રસ્તા છે. એક કટ . જ્ઞાનયોગ-જ્ઞાન ઉપાર્જન કરી કર્મ નિર્જરા કરી મોક્ષે જવાય પણ આ યોગ કઠિન છે. શોર્ટ કટ - તપ યોગ-તીવ્ર તપ કરી કર્મનિર્જરા કરવી. આમાં શારીરિક શક્તિ જરૂરી છે. માટે કઠિન છે. સરળ કાટ - ભક્તિયોગ - પરમાત્મ ભક્તિમાં કોઈ જાતની શક્તિની અપેક્ષા નથી. જે નિરપેક્ષ બને તે ભક્તિ કરી શકે. આ પ્રમાણે સરળ-સુગમ માર્ગે જવા અટલ ભક્તિ માર્ગ છે એના પ્રભાવે શાન્ત સુધારસનું પાન થાય છે. શાન્ત સુધા કેવી છે. ગદશમન છે. રોગને શાન્ત કરનાર છે. મનના - તનના અને આત્માનો રોગ જેનાથી નાશ થઈ જાય છે. આત્મા હળવો ફૂલ બની જાય છે. પરમ તૃપ્તિનો ઓડકાર પ્રાપ્ત થાય છે. તાપ અને સંતાપને દૂર કરનાર છે. આવા શાન્તસુધારસના પાનને રોજ કરો... દરરોજ અન્યત્વ ભાવનું તમે ચિંતન કરતા રહેજો. જ્યારે પ્રિય વસ્તુનો સંયોગ થાય ત્યારે ખુશ ન થવું. જ્યારે પ્રિય વસ્તુનો વિયોગ થાય ત્યારે શોક ન કરવો. શરીર-સંપત્તિ-પરિવાર એ આત્માથી ભિન્ન છે. પૌલિક વિષયોમાં કોઈ જાતનું સુખ નથી. સ્વજન-પરિજન સાથે આવતા નથી કે દુઃખમાં ભાગ પડાવતા નથી. સંસારના સુખો, વિષયો ભૂંડા છે. ખરાબ છે. તમામ સંબંધો, અસ્થિર અનિત્ય છે. આ પ્રમાણે રોજે રોજ ચિંતન કરી પરમસુખના ભોક્તા બનો એજ. આ પ્રમાણે અન્યત્ય ભાવનાનુ ચિંતનપૂર્ણ થયું. ઉપાધ્યાયજી મહારાજ હવે છઠ્ઠી અશુચિ ભાવનાનું વિવેચન કરશે.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy