SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૧૩૧ प्रणय विहीने दधदभिषंगं सहते बहु संतापम् । त्वयि निःप्रणये पुद्गल निचये, वहसि मुधा ममता तापम् ॥६॥ त्यज संयोगं नियत वियोगं कुरु निर्मलमवधानम् । नहि विदधान : कथमपि तृप्यसि, मृगतृष्णाघन रस पानम् ॥७॥ भज जिनपति मसहाय सहायं शिवगति सुगमो पायम् । पिब गद शमनं परिहृत वमनं शान्तसुधारसमनपायम् ॥८॥ પ્રણય રહિતમાં પ્રણય કરવાથી ઘણો સંતાપ સહન કરવો પડે છે. પુદગલનો સમૂહ પણ તારા ઉપર પ્રેમ વગરનો છે. તે ફોગટ મમતાના તાપને વહન કરે છે. ૬ નિશ કરીને વિયોગ થવાનો છે એવા સંયોગને તું છોડ નિર્મળ અવધાન કર. ઝાંઝવાના જળનું રસપાન કેમેય કરીને તને તૃત નહિ કરે. ૭. અસહાય ને સહાયભૂત તીર્થંકરનું તું ધ્યાન ધર. આ જ મોક્ષ માટે સુગમ ઉપાય છે. રોગને શમન કરનાર તાપને શાન્ત કરનાર શાન્ત સુધારા રસનું તું પાન કર. ૮ ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ શાન્તસુધારસની અન્યત્વ ભાવના ના અંતિમ ભાગમાં જણાવે છે કે જેને તારા પ્રત્યે પ્રેમ ન હોય તેની સાથે પ્રેમ કરવાથી સર્યું. તું એની પાછળ પાગલ બની જાય એને મેળવવા કોશિષ કરે પણ એ તો અપાર વેદના અને પીડા જ આપવાનું કામ કરશે, કેમ કે તારો પ્રેમ એકપક્ષી પ્રેમ છે. આ સંસારમાં મળેલા જીવ ઓછા હોય છે. બળેલા જીવ જ વધારે જોવા મળે છે. જેને આપણા પ્રત્યે પ્રેમ ન હોય તેને પ્રેમ-સ્નેહ બતાવવો નહિ. હા. તમામ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખવાનો છે. પણ અહીં પુલ પ્રત્યે જે તમે ખેંચાઈ ગયા છો એટલે કહે છે કે જેને તારી સાથે કોઈ લાગણી જ નથી એના પ્રત્યે જો તું પ્રેમ બતાવીશ તો ઘોર દુઃખો જ સહન કરવા પડશે. જે જડપદાર્થો છે તેને ન તો રાગ હોય કે ન તો ‘ષ કેમ કે એ જડ છે છતાં વિચિત્રતા એ છે કે ચેતનાત્મા એના પ્રત્યે રાગદ્વેષ ધારણ કરે છે. માટે એટલું જ વિચારવાનું છે કે “ પુલ મને પ્રેમ કરતા નથી તો મારે શા માટે
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy