________________
લઘુસંગ્રહણી
પ્રશ્ન : ૨૩૪. પાંચમુ વલય ક્યાં આવેલું છે? તેમાં કમળો કેટલા છે? અને તે કેટલા માપના હોય છે?
૩૩
ઉત્તર : આ ચોથા વલયથી કાંઇક દૂર પાંચમુ વલય આવેલું છે તેમાં ૪૦ લાખ કમળો હોય છે તે પૂર્વના વલયના કમળનાં માપ કરતાં અડધા માપના હોય છે. પ્રશ્ન : ૨૩૫. આ કમળો ઉપર કોનો વાસ હોય છે?
ઉત્તર : આ ૪૦ લાખ કમળો મધ્યમ પ્રકારના આભિયોગિક સેવકો માટેનાં છે. પ્રશ્ન : ૨૩૬. પાંચમા વલય બાદ છઠ્ઠા વલયમાં કમળો કેટલા છે? છઠ્ઠું વલય ક્યાં આવેલું હોય છે? અને તેનું માપ શું છે?
ઉત્તર : પાંચમા વલય બાદ કાંઇક દૂર છઠ્ઠું વલય આવેલું છે તેમાં ૪૮ લાખ કમળો હોય છે તે પૂર્વના માપના કમળો કરતાં અડધા માપના હોય છે. પ્રશ્ન : ૨૩૦. છઠ્ઠા વલયના કમળો કોના માટેના હોય છે? ઉત્તર ઃ : આ કમળો હલકાં કામ કરનારા આભિયોગિક દેવોનાં હોય છે. પ્રશ્ન : ૨૩૮. દરેક વલય કમળો શેનાથી યુક્ત હોય છે? તથા વલયો કેટલા માપના હોય છે?
યુક્ત હોય
ઉત્તર ઃ દરેક વલયના કમળો મણીપીઠીકા, કર્ણિકા અને ભવનોથી છે. દરેક વલયોના એકએકથી અડધા માપનાં હોય છે. પ્રશ્ન : ૨૩૯. મૂખ્ય કમળ સાથે ગણતાં કુલ કેટલા કમળો થાય છે? ઉત્તર ઃ મુખ્ય કમળ સાથે સર્વ કમળો ૧,૨૦,૫૦,૧૨૦ (એક કરોડ વીશ લાખ પચ્ચાસ હજાર એકસો વીસ) સંખ્યા થાય છે.
પ્રશ્ન : ૨૪૦. મુખ્ય કમળ પાણીથી કેટલે ઉંચે હોય છે.?
ઉત્તર ઃ મુખ્ય કમળ પાણીથી બે ગાઉ ઉપર હોય છે.
પ્રશ્ન ઃ ૨૪૧. શ્રીદેવીની જેમ કઈ કઈ દેવીઓનું વર્ણન સરખું હોય છે? વિશેષ શું હોય છે?
ઉત્તર : શ્રીદેવીની જેમ બાકીની પાંચ દેવીઓનું લક્ષ્મીદેવી, ડ્રીદેવી, બુદ્ધિદેવી, ધીદેવી અને કીર્તીદેવીનું પણ વર્ણન સરખું હોય છે તેમાં જે વિશેષ હોય છે તેનું વર્ણન જણાવાય છે.