________________
૩૧
લઘુસંગ્રહણી
ઉત્તરઃ શિખરી પર્વતનું માપ વગેરે વર્ણન લઘુહિમવંત પર્વતની જેમ જાણવું.
શ્રીદેવીનું વર્ણન પ્રશ્ન: ૨૧૮. પદ્મ દ્રહના મધ્યમાં કેટલા માપનું કમેલ હોય છે? ઉત્તરઃ ૧યોજન વિસ્તાર વાળું, યોજન જાડું, પૃથ્વીમય કમળ આવેલું છે. પ્રશ્નઃ ૨૧૯. તેને ફરતી તળીએથી શું હોય છે? કેટલા માપની? કોના જેવી? ઉત્તરઃ તેની ફરતી તળીએથી વયોજન ઉચી બૂઢિપની જગતીની જેમ જગતી આવેલી છે. પ્રશ્ન: ૨૨૦. કમળના મધ્યમાં શું હોય છે? તેનું માપ કેટલું છે? ઉત્તર કમળની મધ્યમાં ૧ ગાઉની ઉચી અને બે ગાઉ વિસ્તારવાળી કર્ણિકા આવેલી છે. પ્રશ્ન: ૨૨૧. શ્રીદેવીનું ભવન ક્યાં હોય છે? ઉત્તરઃ કર્ણિકામાં ૧ ગાઉ લાંબુ, ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ ઉચું, શ્રીદેવીનું ભવન આવેલું હોય છે. પ્રશ્ન: ૨૨૨. આ ભવનને દ્વાર કેટલા હોય છે? કઈ દિશામાં કેટલા માપના હોય છે? " ઉત્તરઃ આ ભવનને ત્રણ દ્વાર છે, પશ્ચિમ દિશા સિવાય તે ૫૦૦ ધનુષ ઉચા અને ૨૫૦ ધનુષ પહોળા દ્વારો હોય છે. પ્રશ્ન: ૨૨૩. ભવનની મધ્યમાં શું આવેલું છે? તેનું માપ કેટલું છે? ઉત્તરઃ ભવનની મધ્યમાં મણીપીઠીકા આવેલી છે. તે ૫૦૦ ધનુષ લાંબી અને ૨૫૦ ધનુષ પહોળી છે. પ્રશ્નઃ ૨૨૪. મણીપીઠીકા ઉપર શું હોય છે? ત્યાં દેવી શું શું કાર્ય કરે છે? જ ઉત્તરઃ આ મણીપીઠીકા ઉપર શ્રીદેવીની શૈયા આવેલી છે. જેમાં શ્રીદેવી સુખે સુવે છે, બેસે છે, આરામ લે છે અને સુખ ભોગવે છે. પ્રશ્નઃ ૨૨૫. મૂળ કમળની ચારે બાજુ કેટલા કમળો છે? શેના બનેલા છે? તથા શેનાથી યુક્ત હોય છે?