________________
૨૫
લઘુસંગ્રહણી
ઉત્તર ઃ નીલવંત પર્વતની ઉત્તર બાજુએ આવેલું છે.
પ્રશ્ન ૧૬૮.આ ક્ષેત્રમાં શું શું હોય છે?
ઉત્તર : આ ક્ષેત્રમાં જે વસ્તુઓ હોય છે. તેનું વર્ણન હરિવર્ષ ક્ષેત્રની જેમ જાણવું જે નામમાં ફેરફાર છે.તે જણાવાય છે. પ્રશ્ન ૧૬૯.વૃત વૈતાઢયનું શું નામ હોય છે? ઉત્તર ઃ વૃત વૈતાઢયનું માલ્યવંત નામ હોય છે. પ્રશ્ન ૧૭૦.નદીઓ કેટલી આવેલી છે.? કઇ કઇ?
ઉત્તર ઃ મુખ્ય નદીઓ ૨ હોય છે. (૧) નરકાન્તા નદી (૨) નારીકાન્તા નદી. પ્રશ્ન ૧૭૧.આ નદીઓ કેટલી નદીઓના પરિવારવાળી હોય છે? ઉત્તર : આ બને નદીઓ ૫૬૦૦૦-૫૬૦૦૦ નદીઓના પરિવારવાળી હોય છે.
પ્રશ્ન ૧૭૨.અપત્યપાલનનાં કેટલા વિભાગ થાય છે?ક્યા ક્યા? ઉત્તર ઃઅપત્યપાલનનાં સાત વિભાગ હોય છે (૧) પહેલા ચત્તા સુતા સુતા અંગુઠો ચુસ્યા કરે છે. (૨) બીજા ભાગમાં પૃથ્વી પર જરા પગ માંડે છે. (૩) ત્રીજા ભાગમાં કાંઇક મધુરવાણી બોલે છે. (૪) ચોથા ભાગમાં કાંઇક સ્ખલના પામતો ચાલે છે. (૫) પાંચમા ભાગમાં સારી રીતે સ્થિરતાપૂર્વક ચાલે છે. (૬) છઠ્ઠા ભાગમાં સમસ્ત કળાઓનો જાણકાર બંને છે. (૭) સાતમા ભાગમાં યૌવન અવસ્થા પામીને ભોગને સમર્થ બને છે.
મહાહિમવંત પર્વતનું વર્ણન
પ્રશ્ન ૧૭૩.આ પર્વત કયાં આવેલો છે? ક્યા વર્ણવાળો છે?
ઉત્તર ઃ મહાહિમવંત પર્વત હરિવર્ષ ક્ષેત્રની દક્ષિણે આવેલો છે.અને તે પીત્ત વર્ણનો છે.
પ્રશ્ન ૧૭૪.આ પર્વતની ઉંચાઇ,પહોળાઇ વગેરે કેટલી કેટલી છે?
ઉત્તર ઃ : મહાહિવંત પર્વત ૨૦૦યોજન ઉંચો, ૪૨૧૦ યોજન ૧૦/૧૯