SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ લધુસંગ્રહણી લઘુસંગ્રહણી પ્રશ્નોત્તરી. જંબૂદીપ અધિકાર પ્રશ્ન ૧.જબૂદ્વીપમાં ક્ષેત્રો કેટલા આવેલા છે? ક્યા ક્યા? ઉત્તર : જંબૂદ્વીપમાં નવ ક્ષેત્રો આવેલા છે: (૧) ભરતક્ષેત્ર, (૨) હિમવંતક્ષેત્ર, (૩) હિરણ્યવંતત્ર, (૪) હરિવર્ષક્ષેત્ર, (૫) મ્યક્ષેત્ર, (૬) મહાવિદેહક્ષેત્ર, (૭) દેવકુરૂક્ષેત્ર, (૮) ઉત્તરકુરુક્ષેત્ર, (૯) ઐરાવતક્ષેત્ર. પ્રશ્ન ૨. જંબુદ્વીપની પરિધિનું માપ કેટલું છે? ઉત્તર : જંબૂદ્વીપની પરિધિનું માપ આ પ્રમાણે છે : ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉં, ૧૨૮ ધનુષ, હાથ, ૧૩ અંગુલ, ૫ જવ, ૧ યુકા, ૧લીખ ૪, વાળ છે. પ્રશ્ન ૩.જંબુદ્વીપનું ક્ષેત્રફળ કેટલું છે? ઉત્તરઃ જંબૂદ્વીપનું ક્ષેત્રફળ આ પ્રમાણે છેઃ ૭૯૦૫૬૯૪૧૫૦યોજન, ૧ગાઉ, ૧૫૧૫ ધનુષ, ર હાથ, ૧૨ અંગુલથી કાંઈક અધિક છે. પ્રશ્ન ૪. જંબૂઢીપ ખંડો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર: ૧૯૦ ખંડો છે તે આ પ્રમાણે :ભરતક્ષેત્રનો ૧ ખંડ નીલવંત પર્વતના ૩૨ ખંડ હિમવંત પર્વતના ૨ ખંડ રમ્યક ક્ષેત્રના ૧૬ ખંડ હિમવંતક્ષેત્રના ૪ ખંડ રૂકિમ પર્વતના ૮ ખંડ મહા હિમવંત પર્વત ૮ ખંડ હિરણ્યવંત ક્ષેત્રના ૪ ખંડ હરિવર્ષક્ષેત્રના ૧૬ ખંડ શિખરી પર્વતનાં ૨ ખંડ નિષધ પર્વતના ૩૨ ખંડ ઐરાવતક્ષેત્રનો ૧ ખંડ મહાવિદેહક્ષેત્રના ૬૪ ખંડ કુલ ૧૯૦ ખંડ થાય પ્રશ્ન છે. જંબદ્વીપની મધ્યમાં ક્યો પર્વત છે? તે કેટલો ઉંચો તથા ઉડો છે? ઉત્તર :જંબૂઢીપની મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે તે ઉંચાઈમાં ૯૯૦૦૦ (નવાણુ હજાર) યોજન છે તથાઉંડાઈમાં ૧ હજાર યોજન છે. બંને મળી લાખ
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy