SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રસંગે વાચક ગણને ખાસ સૂચન : બધા જ વ્યાખ્યાનો એક સાથે કે ઝડપી વાંચી લેવાની ભૂલ ન કરશો. કેમકે આ વ્યાખ્યાનો કાંઇ નોવેલ યા કથાત્મક નથી કે દિમાગમાં સાવ સસ્ લઇને ઉતરી જાય. આ વ્યાખ્યાનો તાત્ત્વિક છે. જેથી દિનાનુદિની માત્ર એક-એક વ્યાખ્યાન જ વાંચશો-જેથી બરોબર હૃદયગત બને. | હો; પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી ભગવંત વ્યાખ્યાન દઈ રહ્યા છે ને હું સાંભળી રહ્યો છું આ પધ્ધતીથી વાંચશો તો વધુ સરળ બનશે. પૂજ્યપાદ આગમોદ્ધારક સૂરિવરશ્રીના વ્યાખ્યાનો પોત-સ્વયં તપાસેલા કે જોયેલા નથી હોતા. એથી ક્યાંક વાક્યરચનાની વિષમતાએ દોષ જણાતો હોય તો તેમાં વ્યાખ્યાન લખનાર અથવા પ્રકટ કરનારની છબસ્થતા આભારી છે. તેઓશ્રીની વ્યાખ્યાન શક્તિ ગજબની હતી તે આ વ્યાખ્યાનો દ્વારા જાણી શકાશે. આ પુસ્તકમાં પૂ, હારિભદ્રીય અષ્ટકના ૧૦મા અધ્યયનના ૧લા શ્લોક પરના જ અઢાર વ્યાખ્યાનો છે. છતાં અઢારે અઢાર વ્યાખ્યાનમાં નવનીત જૂદું જ મળશે. અઢારે વ્યાખ્યાનોમાં અવિરતિ ઉપર જબ્બર જોર મુક્યું છે. આ જ શ્લોક પર વિ.સં. ૨૦OOની સાલમાં મુંબઇ ગોડીજી ચાતુર્માસ દરમ્યાન શ્રી કાંતિલાલ ઇશ્વરલાલની આગ્રહભરી વિનંતિથી તેમના (ઇશ્વર નિવાસ-મરીન ડ્રાઇવ) સ્થાને ૧૦ દિવસ વ્યાખ્યાનો આપેલા. તે દશેકશ વ્યાખ્યાન પૂજ્યપાદ આગમવિશારદ પંગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજે વિ.સં.૨૦૧૪માં ‘જ્ઞાનનાં ઝરણાં' પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા છે. આ દશેદશ વ્યાખ્યાનો પણ આ પુસ્તકના અઢાર વ્યાખ્યાનથી સાવ જ જૂદા છે. યથાસંભવ દૃષ્ટાંત, કહેવતો આદિનું પણ પુનરુક્તિ (રીપીટેશન) વર્ણન તે દશ વ્યાખ્યાનમાં થયું નથી. આ તેઓશ્રીના વિશાળજ્ઞાન અને ક્ષયોપશમની દેણ છે. મક આનંદસુધાસિંધુ ભાગ-૨માં અષ્ટક ૨૪ના દ્રય વાળા શ્લોક પર બે વ્યાખ્યાનો પ્રકટ થયેલ છે. જે હજુ ઘણાં વ્યાખ્યાનો અપ્રકટ છે એવું મારું માનવું છે. જે આટલા વ્યાખ્યાનોની રફ કોપી મારા હાથ સુધી પહોંચાડવામાં શ્રી શાંતિચંદભાઇ છગનચંદભાઇ જવેરી, શ્રી ઉષાકાંતભાઇ જવેરી, શ્રી નરેશભાઈ મદ્રાશી અને શ્રી શ્રેયસભાઇ મર્ચન્ટનો હાથ મળેલો છે. જો તેમનો સહયોગ ન હોત તો આપ વાચકગણ સુધી આજે આ વ્યાખ્યાનો ન આવત. મ પૃષ્ઠ નં. થી શરુ થતા પરિશિષ્ટ નં. ૧માં આ પુસ્તક સંબંધી વિશિષ્ટ વાક્યો, પરિ. નં.૨માં કહેવતો, પરિ. નં.૩માં શાસ્ત્રપાઠો, પરિ. નં.૪માં દૃષ્ટાંતોના નામ, પરિ, નં.પમાં પુજ્યપાદ સાગરજી મ.ના કાર્યોની આછેરી ઝલક અને પરિ. નં.૬માં પૂજ્યપાદ સાગરજી મ.ના પ્રવચન સંબંધી પુસ્તકોની નોંધ સંગૃહીત છે. જે હાલ આગમિક કાર્યોમાં અતિવ્યસ્ત હોવા છતાં પૂજ્ય ગુરુભગવંતોની અસીમ કૃપાથી આ કાર્ય થઇ શક્યું છે. ન કોઇપણ કારણે આ વ્યાખ્યાનોમાં ક્ષતિ રહેવા પામી હોય તો અંતરની અતિગર્તા સાથે ક્ષમાંજલી. લી. અક્ષયચંદ્રસાગર . છે તીક છે
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy