SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અખંડ સૌભાગ્યવતી બાઇએ પુત્રને જન્મ આપ્યો છે. નવાજુની થાય તો કલમ કંપે છે પણ “પરમેશ્વરને ગમ્યું તે ખરું'. જન્મમાં બાયડી, લગ્નમાં બાપ, મરણમાં પરમેશ્વર. જોડવામાં જુવાન, ભણવામાં જોરુ, મારવામાં મહાદેવજી, શી રીતે કરો છો? લગ્નનો અમે નિર્ણય કર્યો છે. આવું પરમેશ્વરને ગમે છે? આનો અર્થ શો? એમને તો પરમેશ્વરને કર્તા માનીને કઈ સ્થિતિમાં મૂકવા છે- તેનો પત્તો નથી. શું તેનું અનુકરણ આપણે કરવું છે? પાંચ પૈસા કમાયા તો પરમેશ્વરની મહેરબાની. જૈન છો કે નહીં? જૈનના મુખમાં એ શબ્દ કેમ? જંજાળની જવાબદારી પરમેશ્વરના માથે ન મૂકો, બોલતાં શીખો. બોલવાનું તોલ કેટલું, બોલ્યાનું વજન માલુમ ન હોય તે બોલતા શી રીતે શીખે ? પરમેશ્વર કોણ? છોકરા બોલે તેમ ડોકરા બોલતા થાય તેનો અર્થ શો ? જૈનો પરમેશ્વરને નથી માનતા તે પ્રત્યક્ષ જીવતાને ન માનવા જેવું છે. કર્તાપણાથઈ જે પેટ ભરનારા હતા તેમને પેટ ભરવાનું મળતું નથી, તેથી જૈનોને ઉતારી પાડવા માટે જ મુદો મૂક્યો છે. વસ્તુસ્થિતિ સમજનારા મશ્કરીથી ઉબકી ન જાય, ચીડાય નહીં. જેમ લગ્ન વખતે પણ મશ્કરી કરનારા મળે છે તેમાં લગ્ન મૂકી દેતા નથી. તેમ જૈનો પરમેશ્વરની કિંમત ગુણ સ્વરૂપ સમજનારા હોવાથી બીજા ચીડવે તો પણ જૈનો પરમેશ્વરને છોડી દે - તે સ્વયે પણ ન માનવું. જૈનો પરમેશ્વરને કેવા માને છે ? જૈનો પરમેશ્વરને આત્માનો દીવો માને છે. અંધારી ગુફામાં આપણને આપણું શરીર પણ દેખવાની તાકાત નથી. દીવો હોય ત્યારે દેખાય તેમ સંસારની અંધારી ગુફામાં અથડાતા આત્માને પોતાનું સ્વરૂપ જોવાની તાકાત નથી. પરમેશ્વરને સ્વરૂપ દીવાના પ્રતાપે આપણું પોતાનું આત્માનું સ્વરૂપ દેખવાની તાકાત મળી છે. સર્વજ્ઞ મહારાજ સિવાય કોઈ આવો દીવો થતો નથી, થયો નથી ને થશે પણ નહીં. દીવો કરી ધૂળમાં ખોવાયેલું તમારું પાંચ હજારનું નંગ પ્રગટાવ્યું. દીવો ન કર્યો હોત તો ક્યાં એ રતન રગદોળાઈ જાત. પથરાને અંગે આવો ઉપગાર માનીએ તો જીવની કિંમત કઈ ? જીવના ગુણો અમૂલ્ય હોય તો તેને પ્રગટાવનારની કિંમત કેટલી હોય? બીજાઓ પરમેશ્વરને ઉકરડે ચડાવી ઉપગાર માને, મારવામાં પરમેશ્વર માને છે. જૈનો પરમેશ્વરને પરમપદમાં રાખી ઉપગાર માને છે, ઉકરડે ઊભા નથી રાખતા. આત્માને દેખાડનાર આત્માની સ્થિતિ સમજાવનાર એટલે દીવાવાળાએ હતું એટલું બધું બતાવ્યું. દીવાવાળાએ નવું નથી કર્યું. પણ ત્રણ જગતના દીવાએ મેલા રતનને દેખાડ્યું. મેલ કેમ કઢાય, ચોખું કેમ કરાય, ફેર મેલું કેમ ન થાય? શાશ્વતું સ્વચ્છ કેમ રહે? તેવા રસ્તા બતાવ્યા. મેલ ન જાય ત્યાં સુધી હીરાની કિંમત શી? હીરો સ્વચ્છ ન થાય ત્યાં સુધી પથરાની તોલમાં, ૪૯
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy