SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સાક્ષીમાં શબ્દ લખાય. લોભી, લાલચુ, સ્વાર્થી, અજ્ઞાની એવા લોકોએ કરેલો કાયદો તમારે કબૂલ. સાક્ષી પૂરવા ગયા ત્યારે એમ કહ્યું કે પ્રતિજ્ઞા કરવાની શી જરૂર છે? અહીં ધર્મમાં પ્રતિજ્ઞા કરવાની ભારે પડે છે. રાત્રિ ભોજનના પચ્ચખાણ કરવાની શી જરૂર? રાત્રે ખાઇશું નહીં. કોર્ટમાં પણ એમ કહોને સાચું બોલીશ પછી તમારે પ્રતિજ્ઞાનું શું કામ છે? ત્યાં તો ચાલતો કેસ કોરાણે રહે અને નવો એ કેસ ઊભો થાય. કેમકે એમાં કોર્ટનું અપમાન છે. કેસનું નામ રાખ્યું છે. જિનેશ્વરના કાયદા પ્રમાણે પચ્ચખાણ ન કરો એ શું જિનેશ્વરનું અપમાન નહીં ? લગીર મગજમાં ઉતારો. કહો જેમ સાક્ષી પૂરનારે પ્રથમ પ્રતિજ્ઞા કરવી પડે તો જ વફાદાર. તેમ અહીં એ માન્યતા થવી જ જોઇએ કે જેટલું પચ્ચખાણ નથી થતું તેટલું પાપ લાગે છે. અનુમોદન સાથે ભલું કરું એ નહીં. (અનુમોદન કરું કે ન કરું, પચ્ચખાણ વિના) એ તો પાપ લાગે જ છે. પણ પચ્ચખાણ ન કરું તે પાપ છે. સોગન લઈ જૂઠું બોલો તો પણ એ ગુનો છે જ. તેમ પ્રતિજ્ઞા ન લ્યો-જરૂર નથી એમ માનો-કહો તે જ મિથ્યાત્વ અને આ જ સજા. એ સમકિતી નહીં. પાપનો બંધ ન થાય માટે પદ્માણ ક્રવાનું. (આશ્રવતત્ત્વ) પાપ કરો એ ગુનો જુદો. તે ગુના કરતાં પાપના પચ્ચખાણ કરવાની જરૂર એ ન માનો તો એ પ્રથમ ગુનો. અહીં જે મનુષ્યને પાપના પચ્ચકખાણ કરવા જ જોઈએ, પચ્ચકખાણ ન કરૂં ત્યાં સુધી પાપે ભરાઉં છું.” આવા શબ્દ નથી ગમતાં તેને મિથ્યાત્વની શિક્ષા છે. દેવું આપવું કડવું લાગે, દેવાળિયો શબ્દ કડવો લાગે. બંને કડવા લાગે ત્યાં ઉપાય નહિ. તેમ પાપના પચ્ચકખાણ કરવા કડવા લાગે, પચ્ચક્ખાણ વિના પાપ લાગે છે એ માનવું કડવું લાગે છે. આ માનશો એટલે શાસ્ત્રકારે આશ્રવને તત્ત્વ કેમ ગયું તે માલુમ પડશે. જીવને જડમાંથી થીયરી શરૂ થતી હોય છે. થીયરી આશ્રવથી શરૂ થાય છે. વ્રત ન લેવા તે જ આશ્રવ છે. વ્રતો ન થાય તે બધું પાપ છે. એ માનવા જૈન સિવાય બીજો કોઈ તૈયાર ન થાય. અનાદિકાળથી વ્રતો નથી કર્યા તેનું પાપ વળગ્યું છે. અમારો વિચાર ચિંતવનમાં નથી ને અમને પાપ લાગે છે ! અહીં રસોળી થઇ. આમાં રસ પહોચાડવાનું આપણું મન નથી. રસોળી મોટી કરવાનું આપણું મન નથી પણ જયાં સુધી રસોળી રહે ત્યાં સુધી રસ પહોંચ્યા જ કરે. કપાવીને તેજાબ દ્વારા જયારે મૂળથી બાળે, ત્યારેજ રસ પહોંચતો બંધ થાય. કપાવે તો પણ વધે છે. તે પ્રમાણે, પાપ ન કરવું તે કપાવવા જેવું છે. અવિરતિને પાપ માની પચ્ચખાણ કરો ત્યારે તેજાબ દ્વારા મૂળથી બાળ્યું કહેવાય. બીજી બાજુ : જીવ કેવા સ્વભાવનો ? અવ્રત કે વ્રતના સ્વભાવવાળો? જીવ જો વ્રતના સ્વભાવવાળો ન હોય તો અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણીય એ કષાયો રોકવાનું unesusku
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy