SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જિન એટલે શું ? જે તે મતમાં જે તે પ્રવર્તકો તે પોતાના નામથી દેવ તરીકે મનાયા છે, પણ આપણા મતમાં તે નામ તરીકે નહીં. તમોને લોગસ્સ તો આવડતો હશે ! ચોવીસ તીર્થંકરમાં જિન નામના કોઈ તીર્થંકર છે ? આ ચોવીશી, આવી જ ગઈ ચોવીશીમાં કોઈ ‘જિન’ નામના તીર્થંકર નથી. મહાવીરધર્મ, ઋષભધર્મ એવું નામ ન આપતા જૈન નામ કેમ આપ્યું ? આ કોઈ વ્યક્તિનો ધર્મ નથી. વૈષ્ણવ ધર્મને અંગે વિષ્ણુ વ્યક્તિ, શૈવધર્મને અંગે શિવ વ્યક્તિ, ક્રાઇષ્ટમાં ઇશુ નામની વ્યક્તિ, મુસલમાનમાં પેગંબર નામની વ્યક્તિ. હીરો કઈ વ્યક્તિ? સોનું કઈ વ્યક્તિ ? હીરાના લક્ષણમાં જે જાય તે હીરા. સોનાના લક્ષણવાળી જે ચીજ તે સોનું. તેમ જિન કોઈ વ્યક્તિ નથી પણ જિનના લક્ષણવાળા બધા જિન. ગઈ ચોવીશી, આ ચોવીશી કે ભાવિ ચોવીશીમાં જિન નામની કોઈ વ્યક્તિ નથી. હીરાના લક્ષણવાળા બધા હીરા, તેમ સોનું, મોતી, વગેરે. જિનનું લક્ષણ ઘટે તે બધા જિન. લોગસ્સમાં ‘ધમ્મતિથયરે નિળે' ચોવીશીને જિન નામથી કહ્યા. ૨૩-૨૫ પણ નહીં. ચોવીશેને ચોવીસ કહ્યા. ‘જિન’ એ ગુણનિષ્પન્ન નામ છે. જવેરી કોઈ વ્યક્તિ નથી. અહીં જિનપણું જેમાં હોય તે જિન કહેવાય. તો આ કોઈના બાપનો ધર્મ નથી. બીજા ધર્મ કોઈકના બાપના છે, આ ધર્મ કોઈના બાપનો નથી. જે રાગ દ્વેષ જીતનાર થાય અને કેવળી થાય તે જિન. તેણે કહેલો ધર્મ તે જિન ધર્મ. અતીત કાળે કેઈ થઈ ગયા અને ભાવિમાં અનંતા થશે. વર્તમાન કાળે મહાવિદેહ ક્ષેત્રમાં જિન છે. અનેક પાસે ધર્મ કહેવાડવશો તો કોઈક કંઈક ધર્મ કહેશે, ને વળી બીજામાં કોઈ કંઈક કહેશે. પણ જૈન ધર્મ એવી ચીજ છે કે તેના પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની છાયા પડતી નથી. દ્રવ્યાદિકની છાયા પડે તો જુદા જુદા દ્રવ્યો ક્ષેત્રો કાળો અવસ્થાઓ એટલે બધા તીર્થંકરના ધર્મ જુદા થઈ જાય. પછી આ જ જૈન ધર્મ એ કહેવાનો વખત ન આવે. શ્રી મહાવીરદેવને દ્રવ્યાદિક જુદા લાગે, ને શ્રી ઋષભદેવને જુદા લાગે તો ચોવીશ તીર્થંકરોના ચોવીશ ધર્મ જુદા કહેવા પડે. પણ દુનિયાદારીમાં આ છેડેથી આ છેડે જાવ તો ૨ X ૨ =૪ કહેશે, પણ કોઈ પાંચ નહીં કહે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર એ હિસાબમાં થતી નથી. ગણિતમાં હિસાબની અપેક્ષાએ કોઈ કાળે કોઈ પણ દ્રવ્યની અપેક્ષાએ કે ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ ૨ અને ૨ પાંચ ગણવામાં આવ્યું નથી. ગણતરીમાં દ્રવ્યાદિક કાંઈ પણ અસર કરે નહીં. પછી પૈસો, ત્રણ પાઈ એક પૈસો, ચાર પૈસાથી એક આનો થાય, પણ ગણતરીનો હિસાબ તેમાં દ્રવ્યાદિકની અસર નહીં. તેમ અનંતકાળ થયા, અનંત ચોવીશી થઈ, હજુ તેમ અનંત ચોવીશી થશે. પણ જિનેશ્વર મહારાજાએ નિરૂપણ કરેલા ધર્મમાં કંઈ અ
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy