SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પરિહંતાનો સાથે. પાંચ કલ્યાણક સામાન્ય કેવળીઓને હોતા નથી. એકલા તીર્થકરને જ પાંચ કલ્યાણક હોય મતિ શોવિં–મણુપ્રાતિહાર્યપૂનામિતિ કન્ન દેવતાઓએ અને ઈંદ્રોએ કરેલી આઠ પ્રાતિહાર્ય રૂપે પૂજા જેઓની - તેઓ અહતુ. અહત શબ્દનો અર્થ વિચારી લેવો. જેણે પૂજા ન માનવી હોય તેણે નમો રિહંતા પર કૂચડો ફેરવવો પડશે. કર્મરૂપી શત્રુને હણે તે અરિહંત. દેખાવમાં સમાધાન સારું છે. પણ કોઈએ કહ્યું કે હું કાંણો ક્યાં છું. આ રહી બનાવટી આંખ. પોતાના મોઢે જ કાંણાની કબૂલાત થઈ. એમ અહીં સાઠ કર્મરૂપ શત્રુને હણવા માત્રથી અરિહંત ગણવા જઈશું તો સિધ્ધને શું કહેશો? પછી અરિહંત ને સિધ્ધમાં ફરક કયો? કર્મ ખપાવી સિધ્ધિમાં ગયા તે સિધ્ધ. તો અમો રિહંતા અને પો સિદ્ધા બે શું કરવા બોલો છો ?આપણે વ્યુત્પત્તિ અર્થ નથી કરતા. વ્યુત્પત્તિ અર્થ પૂજાને લાયક એ છે. નિરૂક્ત અર્થ કરીએ તે ઉપચારથી થઈ શકે છે. આઠ કર્મને હણનાર તે ઉપચારથી છે. સિધ્ધમાં આઠ કર્મ હણાયા છે. ને અરિહંતમાં હજુ ચાર કર્મ હણાયા છે. અસોકાદિ આઠ પ્રતિહાર્યરૂપ પૂજાને લાયક તે અત્. બધા કેવળી ભગવંતમાં કૈવલ્ય સમાન છતાં અરિહંતની મહત્તા કેમ? | | અરિહંત મહારાજા દેવતા દ્વારા પ્રતિહાર્યથી પૂજા ભલે પામે. આત્માના ગુણોની | અપેક્ષાએ સામાન્ય કેવળી અને તીર્થકર કેવળીમાં કંઈ પણ ફરક નથી. તો ચોવીશ દેવ અને બીજા કેવળી થયાં છતાં દેવ નહીં. તેઓ અરિહંતપદમાં નહીં- તેનું કારણ શું? એક સો મનુષ્યનું ટોળું ગુફામાં ઉતર્યું. દીવો બુઝાઈ ગયો છે. ૧૦૦એ અથડાય છે. તેમાંથી એકની પાસે દીવાસળી છે. એણે તે સળગાવી કાકડો કર્યો. એ કાકડાને અંગે બીજા ૨૫ મનુષ્ય કાકડા કર્યા. છવ્વીસ કાકડા થયા. કાકડામાં ફરક ખરો ? એની જ્યોત કે સ્વરૂપપણામાં જરી પણ ફરક નથી. ૨૬ સરખાં છે. છતાં બહાર નીકળી ધન્યવાદ કોને દેવાશે? દીવાસળી પ્રથમ સળગાવનાર ને. ૨૬ કાકડા સરખા હતા. બધાએ અજવાળું કર્યું હતું. સળગેલા કાકડા છવ્વીસ હતા. છતાં ગુફામાંથી ઉધ્ધારક તરીકે ગણીએ તો પ્રથમ દીવાસળી સળગાવનારને. શાબાશી એને દેવાય, ઉપાકર એનો મનાય. તેમ અહીં બીજા કેવળજ્ઞાનીઓ જે કેવળજ્ઞાન પામ્યા છે તે તીર્થંકર મહારાજના કેવળજ્ઞાનના જોરે. શાસનના જોરે ભલે અસંખ્યાત કેવળજ્ઞાન પામ્યા. પણ તીર્થકર મહારાજા કોઈના જોરે કેવળજ્ઞાન નથી પામ્યા. વચનના જોરે તો નહીં, પણ કાયિક જોરે પણ નહીં. ઇંદ્ર મહારાજા ભગવાન મહાવીર દેવને વિનંતી કરે છે કે “આપને ઉપસર્ગ ઘણા આવશે. માટે ૧૧
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy