SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય ૨૦૬૧ના આસો માસમાં શાસ્ત્રસંદેશમાલા ભાગ ૧ થી ૨૦નું પ્રકાશન થયું. તેના બરાબર ચાર વર્ષ પછી ૨૦૬૫ના ભાદરવા માસમાં શાસ્ત્રસંદેશમાલા ભાગ ૨૧ થી ૨૪, પદ્યાનુક્રમણિકા ભાગ ૧ થી ૪ અને સંવેગરંગશાલા એમ બીજા ૯ પુસ્તકો અમો આપશ્રી સમક્ષ મૂકતાં આનંદ અનુભવીએ છીએ. આઠ નિર્યુક્તિ-ભાષ્ય આદિનું કાર્ય દસમા પુસ્તકરૂપે પ્રમાર્જનામાં ચાલુ છે તે પણ ટૂંક સમયમાં પ્રકાશિત કરવાની ભાવના રાખીએ છીએ. Fresc englis પદ્યાનુક્રમણિકા કાર્યમાં જે મહેનત પૂજ્યશ્રીએ લીધેલ છે તે ખૂબ જ અવર્ણનીય છે. સંવેગરંગશાલા પણ પધાનુક્રમણિકા માટે જ અમોએ કંપોઝ કરાવી હતી પણ ચાલીસ વર્ષ પહેલાંનું આ ગ્રંથનું એક જ પ્રકાશન અને તે પણ હાલ અપ્રાપ્ય હોવાથી આટલો વિશાળ પ્રાકૃત ગ્રંથ પાછો અલોપ ન થઈ જાય તે માટે અમોએ ફરીથી તેનું પ્રકાશન કરેલ છે. આટલા વિશાળ ગ્રંથના નૂતન પ્રકાશનમાં અમો નિમિત્ત બન્યા છીએ તેનો અમોને આનંદ છે. આ ગ્રંથની શુદ્ધિ પૂ.સા.શ્રી ભદ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા પંડિતવર્ય શ્રી રતીલાલ ચીમનલાલ દોશીએ કરી આપેલ છે. તપાગચ્છાધિરાજ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન નમસ્કાર મહામંત્ર આરાધક પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના શિષ્યરત્ન સરળસ્વભાવી પૂ.આ.ભ.શ્રી વિજય કુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂ.ગણિવર્ય શ્રી નયભદ્રવિજયજી મ.સા.ની નિશ્રામાં કાંદિવલી-ઈરાનીવાડી સંઘમાં મુમુક્ષુ જીતુભાઈ શાંતિલાલ શાહની દીક્ષા પ્રસંગે થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી આ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. આ માટે પ્રેરણાદાયક પૂજ્ય ગણિવર્ય શ્રી અને વ્યવસ્થાપકોના અમો આભારી છીએ. આ ગ્રંથનું ટાઈપ સેટીંગ કાર્ય શ્રી સાંઈ કોમ્પ્યુટરવાળા નીતીનભાઈએ આવરણ ડિઝાઈન ખુશી ડિઝાઈન્સવાળા આનંદભાઈએ, પ્રીન્ટીંગ અને બાઈન્ડીંગનું કાર્ય શિવકૃપા ઓફસેટ પ્રીન્ટર્સવાળા ભાવિનભાઈએ ખંત અને ચીવટપૂર્વક કરી આપેલ છે. શાસ્ત્રસઁદ્દેશ
SR No.022285
Book TitleSamveg Rangshala
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh
Publication Year2009
Total Pages378
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy