SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રકાશકીય) પ્રેમીયાવૃત્તિ અને તેના ગુજરાતી ભાવાનુવાદથી સુશોભિત “ગુરુગુણષત્રિશત્પત્રિશિકાકુલક તૃતીય ભાગ' પ્રકાશિત કરતા આજે અમારા ઉરે અનેરો આનંદ છવાયો છે. આ કુલકની રચના શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે કરેલ છે. આ કુલકમાં તેમણે ગુરુના છત્રીસ ગુણો છત્રીસ રીતે બતાવ્યા છે. પરમ પૂજય વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મહારાજે આ કુલક ઉપર સરળ સંસ્કૃત ભાષામાં “પ્રેમીયા વૃત્તિ રચી છે. તેમાં તેમણે અનેક શાસ્ત્રસંદર્ભોના આધારે કુલકના પદાર્થોને સરળશૈલીમાં રજુ કર્યા છે. સંસ્કૃત ભાષાથી અજ્ઞાત જીવો પર ઉપકાર કરવા મુનિરાજશ્રીએ સટીક આ કુલકનો ગુજરાતી ભાષામાં સરળ ભાવાનુવાદ પણ રચ્યો છે. મુનિરાજશ્રીના આ ગ્રંથના રચના-સંકલન-સંપાદનના અતિપ્રયત્નસાધ્ય કાર્યની અમે ભૂરિ ભૂરિ ઉપબૃહણા કરીએ છીએ. ત્રણ વિભાગોમાં પ્રકાશિત થઈ રહેલા આ ગ્રંથના આ ત્રીજા ભાગમાં ૨૫મી ગાથાથી ૪૦મી ગાથા સુધીની ૧૬ ગાથાઓના ટીકા-ભાવાનુવાદનું સંકલન થયું છે. - પરમ પૂજ્ય પ્રાચીનશ્રુતસમુદ્ધારપ્રેરક ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રેરણા અને માર્ગદર્શન વડે અમારુ ટ્રસ્ટ છેલ્લા ૩૫ વર્ષોથી શ્રુતસમુદ્ધારનું અતિઆવશ્યક કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યું છે. આજસુધીમાં ૫૦૦થી અધિક શાસ્ત્રગ્રંથોનો પુનરુદ્ધાર કરવાનો અમૂલ્ય લાભ અમને મળ્યો છે. આગળ પણ શ્રુતભક્તિના ઉત્તરોત્તર ચઢિયાતા સત્કાર્યો કરવાના મનોરથો અને પ્રયત્નો અમે કરી શકીએ એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પ્રાર્થના કરીએ છીએ. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર શિવકૃપા ઑફસેટવાળા ભાવિનભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું મનમોહક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. આ ગ્રંથના અભ્યાસ દ્વારા ગુરુગુણોનું માહાત્મ સમજીને સહુ જીવો ગુબહુમાનભાવને આત્મસાત્ કરે એજ અભ્યર્થના. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ ચંદ્રકુમાર બી. જરીવાલા લલિતભાઈ આર. કોઠારી પુંડરીક એ. શાહ વિનયચંદ્ર યાદવસિંહ કોઠારી
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy