SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૫ પાંચ પ્રકારના ગ્રામૈષણાદોષો = સમુચ્ચય અર્થમાં છે. (૯૯) ગાથાર્થ - ઉપર જેમ શરીરને બળવાન બનાવવા વગેરે માટે આહાર કરવાનો નિષેધ જણાવ્યો તેવી રીતે બીજા છ કારણોએ પણ સાધુને આહાર કરવાનો હોતો નથી. (૧) અજીર્ણ અથવા તાવ વગેરે રોગમાં. (૨) મોહનો અત્યંત ઉદય હોય ત્યારે. (૩) સ્વજનો ચારિત્ર છોડાવવા માટે પ્રયત્ન કરતાં હોય અથવા રાજાદિનો ઉપસર્ગ હોય ત્યારે. (૪) વરસાદ, ધુમ્મસ વગેરેમાં ગોચરી જવામાં જીવાકુલ ભૂમિના યોગે ઘણી વિરાધના દેખાતી હોય ત્યારે તે જીવોની રક્ષા માટે. (૫) ઉપવાસથી માંડીને છ મહિના સુધીની તપશ્ચર્યામાં અને (૬) વૃદ્ધાવસ્થામાં શરીરથી તેવી કોઈ ચારિત્રની વધુ આરાધનાનો સંભવ ન હોય ત્યારે શરીરના ત્યાગ માટે અનશનના સ્વીકારમાં. (૯૯). ટીકાર્ય - રોગ અને મોહનાં ઉદય વગેરેમાં આહાર ન કરવો - “મદવ' = “અથવા' = અથવા તો, અહીં “અથવા” શબ્દ એ બળ વગેરેની અપેક્ષાએ = બળ વગેરે સિવાય પણ ભોજન નહિ કરવાના બીજા વિકલ્પને સૂચવનારના અર્થમાં છે. “ = નહિ, ‘નિમેન્ન” = “નિત' = “મા” જમે. અથવા હવે બતાવવામાં આવનાર કારણોસર સાધુ ભોજન ન કરે. એમ અર્થ કરવો. ક્યા કારણોસર ન કરે? તે કહે છે, “' = રોગમાં = આકસ્મિક તાવમાં કે આંખના રોગમાં અને અજીર્ણાદિમાં. કારણ કે આહાર ન કરીને ઉપવાસાદિ કરતાં પ્રાયઃ તાવ વગેરે ઊતરી જાય છે. કહેવાયું છે કે, “વાયુવિકાર, શ્રમ = થાક, ક્રોધ, શોક, કામ અને ઘાના તાવ સિવાયના તાવ વગેરેમાં = “વત્તાવિરોધ" જો શક્તિ પહોંચતી હોય તો લાંઘણ = ઉપવાસાદિ હિતકારી છે. (૧) તથા, “નોદ' = “ગોદો' અતિ ઉટકામની પીડા ઉત્પન્ન થાય ત્યારે મૈથુનવિરતિ = વ્રતની રક્ષા માટે ભોજન ન કરે. કારણ કે ઉપવાસોને કરતાં કામ અત્યંત દૂર ચાલ્યો જાય છે. કહેવાયું છે કે, આહાર વગરના દેહધારિ માનવીના વિષયો ઉપશમી જાય છે. કારણ કે આ રસ વગરના શ્રેષ્ઠ = આત્મતત્ત્વને = આનંદને જોઈને = અનુલક્ષીને આ માનવીનો કામરસ પણ પાછો ફરી જાય છે. (૧)' યણ-૩વસ” = “વનનાઘુપ” અહીં મૂળગાથામાં ‘' એ અલાક્ષણિક છે એટલે કે વ્યાકરણના નિયમથી થયેલો નથી. એટલે “સયUTI?' એવો અર્થ જાણવો. સ્વજનાદિના ઉપસર્ગમાં ભોજન ન કરે. ઉપસર્ગ એટલે ઉપદ્રવ = બાધા કરવી. તે ઉપદ્રવ
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy