SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૦ અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ પ્રમાણે સૂરિના છત્રીસ ગુણ છે. (૩૦) (૧૪૪) ટીકાર્થઃ વ્રતષટ્રકાદિ અઢાર પહેલા કહેલા છે અને આ ૧૮ આચાર્યના ગુણરૂપ છે. કારણ કે આ અઢારના અપરાધોમાં સમ્યફ પ્રકારે પ્રાયશ્ચિત્તનું જ્ઞાન આચાર્યને હોય છે. ભાવમાં લાગતા પ્રત્યયનો લોપ થયો છે. આચારવક્તાદિ આઠ જ છે અને તે આ છે. (૧) આચારવાન (૨) અવધારવાન (૩) વ્યવહારવાન (૪) અબ્રીડક (૫) પ્રકુર્તી (૬) નિર્યાપક (૭) અપાયદર્શી (2) અપરિશ્રાવી આ આઠ જાણવા યોગ્ય છે અને આનો અર્થ આ પ્રમાણે છે. (૧) આચારવાન એટલે કે જ્ઞાન-સેવા વડે પાંચ પ્રકારના આચારથી યુક્ત આ ખરેખર ગુણવાનપણા વડે શ્રદ્ધેય વાયવાળો થાય છે. (૨) અવધારવાન: આલોચકે કહેલા અપરાધોના અવધારણથી યુક્ત. તે ખરેખર સર્વ અપરાધોમાં વિધિ પ્રમાણે શુદ્ધિ કરાવવામાં સમર્થ થાય છે. (૩) વ્યવહારવાનઃ આગમ-શ્રુત-આજ્ઞા-ધારણા-જીત સ્વરૂપ પાંચ પ્રકારના વ્યવહારોમાંથી કોઈપણ વ્યવહારથી યુક્ત, તે પણ વિધિ પ્રમાણે શુદ્ધિ કરવામાં સમર્થ થાય છે. (૪) અપવીડકઃ લજ્જાદિ વડે અતિચારને છૂપાવનારને ઉપદેશ વિશેષ વડે ગયેલી લજ્જાવાળો કરે છે. તે જ આલોચકને અત્યંત ઉપકારક થાય છે. (૫) પ્રકર્વી આલોચના કરનારને પ્રાયશ્ચિત્ત આપવા વડે પ્રકર્ષથી શુદ્ધિને કરાવે છે. આ પ્રમાણે આ અર્થમાં પારિભાષિક કુર્વ ધાતુ હોવાથી પ્રકુર્તી શબ્દ બન્યો. (૬) નિર્યાપકઃ જે પ્રમાણે નિર્વાહ થાય તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરાવે છે. (૭) અપાયદર્શી અતિચાર સહિતના જે હોય તેને દુર્લભબોધિપણું આદિ અપાયોને બતાવે છે તે. (૮) અપરિશ્રાવી આલોચકે કહેલા અકૃત્યને જે બીજાને જણાવે નહિ તે. તેનાથી અન્ય ખરેખર આલોચકોને લાઘવ કરનાર જાણવો. દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત જે છે તે આ પ્રમાણે - આલોચના-પ્રતિક્રમણ-મિશ્ન-વિવેક-કાઉસગ્ન-તેમજ તપ-છેદ-મૂલ-અનવસ્થાપ્ય અને પારાંચિત.” (પંચાશક ૧૬/૨, ગાથા સહસ્ત્રી ૨, આવ.નિ.૧૪૧૮) આ સર્વે મેલવવાથી સૂરિગુણો છત્રીસ થાય છે. (૩૦) (૧૪૪) તથા
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy