SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૨ તેત્રીસ પ્રકારની આશાતનાઓ સાધુ તેમને કહે, ‘તમે કેમ નથી કરતા?’ આચાર્ય કહે, ‘તું આળસું છે.” ત્યારે નાનો સાધુ કહે, “તમે જ આળસું છો.' વગેરે. (૨૫) નો સુમન - રત્નાધિક ધર્મકથા કરતાં હોય ત્યારે નાનો સાધુ સારા મનવાળો ન થાય, દીન થાય, “અહો ! સારી કથા કહીએમ અનુમોદના ન કરે. તે નાના સાધુએ કરેલી આશાતના છે. (૨૬) નો સ્મરસિ - રત્નાધિક ધર્મકથા કરતાં હોય ત્યારે નાનો સાધુ ‘તમને આ અર્થ યાદ નથી આ આમ નથી.' એમ કહે તે નાના સાધુએ કરેલી આશાતના છે. (૨૭) કથાકેદ - રત્નાધિક ધર્મકથા કરતાં હોય ત્યારે નાનો સાધુ પર્ષદાને કહે, “આ કથા હું તમને પછી સારી રીતે કહીશ.' તો એ તેણે કરેલી આશાતના છે. (૨૮) પર્ષદભેદ - રત્નાધિક કથા કહેતાં હોય ત્યારે નાનો સાધુ “ગોચરી જવાનો સમય થયો, વાપરવાનો સમય થયો, સૂત્ર-અર્થ પોરસીનો સમય થયો’ એમ કહી પર્ષદાનો ભેદ કરે (ઉઠાડે). (૨૯) અનુસ્થિત કથા - રત્નાધિક કથા કહેતાં હોય ત્યારે તે પર્ષદા ઊભી ન થઈ હોય, એટલે કે બેઠી હોય, જ્યાં સુધી એક પણ માણસ બેઠો હોય, જ્યાં સુધી પર્ષદા છૂટી ન પડી હોય ત્યાં સુધીમાં તે પર્ષદામાં બીજી વાર, ત્રીજી વાર આચાર્યએ કહેલી કથા “તે જ એક સૂત્રનો આ પણ પ્રકાર છે, આ પણ પ્રકાર છે' એમ કહીને ફરીથી કહે. (૩) સંસ્તારકપાદઘટ્ટન - રત્નાધિકના શવ્યા-સંથારાને પગથી સ્પર્શીને રજા લીધા વિના હાથથી અડે. શય્યા સંપૂર્ણ શરીર પ્રમાણ હોય છે. સંથારો અઢી હાથનો હોય અથવા જે સ્થાનમાં વસ્ત્રનો કે લાકડાનો સંથારો હોય તે સંથારો. અથવા શય્યા એ જ સંથારો. તેને પગથી અડે. રજા ન લે, માફી ન માંગે. કહ્યું છે કે, “કાયાથી સંઘટ્ટો કરીને' વગેરે. (૩૧) સંથારાવસ્થાન - નાનો સાધુ રત્નાધિક સાધુની શય્યા પર કે સંથારા પર ઊભો રહે, બેસે કે આડો પડે તો એ તેણે કરેલી આશાતના છે. (૩૨) ઉચ્ચાસન-નાનો સાધુ રત્નાધિક સાધુ કરતા ઊંચા આસન પર ઊભો રહે કે બેસે તો એ તેણે કરેલી આશાતના છે. (૩૩) સમાસન - નાનો સાધુ રત્નાધિક સાધુની સમાન આસન પર ઊભો રહે કે બેસે કે આડો પડે તો એ તેણે કરેલી આશાતના છે.”
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy