SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૬ સાત પ્રકારના શોધિગુણો છે, વ્યાધિને વધારનારા લજ્જા વગેરે (તુચ્છ =) અધમ દોષો ભયંકર છે, (૪૯૯૬) તેથી ધન્ય એવા આ ગુરુના ચરણ પાસે (સમક્ષ) (લજજાદિને છોડીને) સમ્યગુ આલોચના આપીને, અપ્રમત્ત એવો હું સંસારનાં દુઃખોની નાશક ક્રિયાને (અનશનને) કરીશ.” (૪૯૯૭) તે રીતે (શુભ ભાવે) આલોચના કરે છતે શુદ્ધ ભાવવાળાને ‘હું ધન્ય છું, કે જે મેં આ સંસારરૂપ અટવીમાં આત્માને શુદ્ધ કર્યો. એવી પ્રસન્નતા પ્રગટે જ છે. (૪૯૯૮) ૩. સ્વ-પર દોષનિવૃત્તિ - વળી (શુદ્ધ થયેલો) (કિગ્ગાશંક) પૂજયોના ચરણથી (પ્રભાવથી), લજ્જાથી અને પ્રાયશ્ચિત્તના ભયથી પુનઃ અપરાધોને ન કરે, એમ આત્મા (પોતે) (દોષોથી) અટકે. (૪૯૯૯) અને એ રીતે ઉદ્યમ કરતા તે ઉત્તમ સાધુને જોઈને (પાપના) ભયથી ડરતા બીજા પણ અકાર્યોને ન કરે, માત્ર (સંયમનાં) કાર્યોને જ કરે. (૫૦૦૦) એમ સ્વ-પર નિવૃત્તિથી સ્વ-પર ઉપકાર થાય અને સ્વ-પર ઉપકારથી અતિ મોટું બીજું કોઈ ગુણસ્થાનક (ગુણ) નથી. (૫૦૦૧) ૪-૫. માયાત્યાગ અને શુદ્ધિ - શ્રીવીતરાગ ભગવંતોએ આલોચના કરવાથી ભવભયના નાશક અને પરમ નિવૃત્તિકારક, એવા (અજજવ =) માયાત્યાગ અને શુદ્ધિ કહી છે. (૫૦૦૨) સરળ (માયારહિત) જીવની શુદ્ધિ થાય છે, શુદ્ધ આત્માનો ધર્મ સ્થિર થાય છે અને તેથી ઘીથી સિંચેલા અગ્નિની જેમ પરમ નિર્વાણને (તેજને અથવા પવિત્રતાને) પામે છે. (૫૦૦૩) માયાથી લિષ્ટ ચિત્તવાળો બહુ પ્રમાદી જીવ પાપકર્મોના (કાર્યોના) કારણભૂત, એવાં ઘણાં ક્લિષ્ટ કર્મોને જ બાંધે છે. (૫૦૦૪) અને અહીં (તે) અતિ દુર કર્મોને ભોગવતાં જે પરિણામ (અધ્યવસાયો થાય,) તે પ્રાયઃ સંક્લેશકારક પાપકર્મનું કારણ બને છે. એમ (ક્લિષ્ટ ચિત્તથી પાપકર્મોનો બંધ અને તેને ભોગવતાં ક્લિષ્ટ ચિત્ત, તેમાંથી પુનઃ પાપકર્મનો બંધ, એ રીતે પરસ્પર કાર્ય-કારણરૂપે) સંસારની વૃદ્ધિ અને તે વધવાથી અનેક પ્રકારનાં દુઃખો પ્રગટે છે. એમ માયા જ સર્વ સંફ્લેશોનું (દુઃખોનું) મૂળ માનવું તે યોગ્ય છે. (૫૦૦૫-૨૦૦૬) તે માયાના ઉન્મેલનથી આર્જવ પ્રગટે તે કારણે અને જીવની શુદ્ધિ માટે, એમ (બે કારણે) આલોચના આપવી જોઈએ. (૫૦૦૭) ૬. દુષ્કરક્રિયા - આ (આલોચના આપવી તે) દુષ્કર છે, કારણ કે-કર્મના દોષથી જીવ પ્રમાદથી દોષોનું સેવન સુખપૂર્વક કરે છે અને યથાસ્થિત આલોચના આપતા (તેને) દુઃખ થાય છે. (માટે) કર્મના દોષથી અનેક સેંકડો હજારો) ભવથી વારંવાર સેવેલા મહા બલવાનું એવા લજ્જા, અભિમાન વગેરેને અવગણીને (પણ) જેઓ આલોચના કરે છે, તેઓ લોકમાં દુષ્કરકારક છે. (૫૦૦૮-૨૦૦૯) જેઓ એ રીતે સમ્યફ આલોચના કરે છે, તે મહાત્માઓ જ સેંકડો ભવોના દુઃખોનો નાશ કરનારી નિષ્કલંક (શુદ્ધ) આરાધનાને પણ પામે છે. (૨૦૧૦)
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy