________________
ઓગણત્રીસમી છત્રીસી હવે ઓગણત્રીસમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - લોકમાં અઠ્યાવીસ લબ્ધિઓ બતાવવામાં હોંશિયાર અને આઠ પ્રકારના પ્રભાવકપણાને બતાવનાર - આમ છત્રીસગુણોવાળા ગુરુ જય પામો. (૩૦).
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - શુભ પરિણામથી અને તપના પ્રભાવથી પ્રગટ થનારી વિશેષ પ્રકારની ઋદ્ધિ તે લબ્ધિ. તે અઠ્યાવીસ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ આમાઁષધિલબ્ધિ, ર વિખંડીષધિલબ્ધિ, ૩ ખેલૌષધિલબ્ધિ, ૪ જલ્લૌષધિલબ્ધિ, પ સર્વોષધિલબ્ધિ, ૬ સંભિન્નશ્રોતોલબ્ધિ, ૭ અવધિલબ્ધિ, ૮ઋજુમતિલબ્ધિ, વિપુલમતિલબ્ધિ, ૧૦ચારણલબ્ધિ, ૧૧ આશીવિષલબ્ધિ, ૧૨ કેવલિલબ્ધિ, ૧૩ ગણધરલબ્ધિ, ૧૪ પૂર્વધરલબ્ધિ, ૧૫ અહલબ્ધિ, ૧૬ ચક્રવર્તિલબ્ધિ, ૧૭ બળદેવલબ્ધિ, ૧૮ વાસુદેવલબ્ધિ, ૧૯ ક્ષીરમધુસર્પિરાગ્નવલબ્ધિ, ૨૦ કોઇકબુદ્ધિલબ્ધિ, ૨૧ પદાનુસારિલબ્ધિ, ૨૨ બીજબુદ્ધિલબ્ધિ, ૨૩ તેજોલેશ્યાલબ્ધિ, ૨૪ આહારકલબ્ધિ, ૨૫ શીતલેશ્યાલબ્ધિ, ૨૬ વૈક્રિયશરીરલબ્ધિ, ૨૭ અક્ષણમહાનલબ્ધિ અને ૨૮ પુલાકલબ્ધિ. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ - ટીકાર્ય - ૧. આમાઁષધિલબ્ધિ, ૨. વિમુડીષધિલબ્ધિ, ૩. ખેલૌષધિલબ્ધિ, ૪. જલ્લૌષધિલબ્ધિ, ૫. સર્વોષધિલબ્ધિ, ૬. સંભિશ્રોતોલબ્ધિ, ૭. અવધિલબ્ધિ, ૮. ઋજુમતિલબ્ધિ, ૯. વિપુલમતિલબ્ધિ, ૧૦. ચારણલબ્ધિ, ૧૧. આશીવિષલબ્ધિ, ૧૨. કેવલિલબ્ધિ, ૧૩. ગણધરલબ્ધિ, ૧૪. પૂર્વધરલબ્ધિ, ૧૫. અહંતુ લબ્ધિ, ૧૬. ચક્રવર્તિલબ્ધિ, ૧૭. બળદેવલબ્ધિ, ૧૮. વાસુદેવલબ્ધિ, ૧૯. ક્ષીરમધુસર્પિરાગ્નવલબ્ધિ, ૨૦. કોઇકબુદ્ધિલબ્ધિ, ૨૧. પદાનુસારીલબ્ધિ, ૨૨. બીજબુદ્ધિલબ્ધિ, ૨૩. તેજલેશ્યાલબ્ધિ, ૨૪. આહારકલબ્ધિ, ૨૫. શીતલેશ્યાલબ્ધિ, ૨૬. વૈક્રિયશરીરલબ્ધિ, ર૭. અક્ષણમહાનસીલબ્ધિ, ૨૮ પુલાકલબ્ધિ. આ અઠ્ઠાવીસ લબ્ધિઓ છે. આદિ શબ્દવડે બીજી પણ લબ્ધિઓ છે, એમ જણાય છે. જીવોના શુભ, શુભતર, શુભતમ પરિણામોના કારણે તથા અસાધારણ તપના પ્રભાવથી વિવિધ પ્રકારની લબ્ધિઓ એટલે ઋદ્ધિવિશેષો જીવને પ્રાપ્ત થાય છે. (૧૪૯૨-૧૪૯૫)