SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ ચાર પ્રકારના અનુયોગો જ નિયુક્તિ કરી રહ્યા છો. એ તો બરાબર નથી. સમાધાન : અલબત્ત, બધા સ્વસ્વવિષયની અપેક્ષાએ બલવાન છે, છતાંય મોટી ઋદ્ધિવાળો તો ચારિત્રાનુયોગ જ છે, કેમકે બાકીના અનુયોગો ચરણકરણાનુયોગને માટે જ ગ્રહણ કરાય છે. પ્રશ્નઃ બાકીના ત્રણ અનુયોગો ચારિત્ર માટે છે એવું તમે ક્યા આધારે કહી શકો? સમાધાન: પૂર્વે ઉત્પન્ન થઈ ચૂકેલા ચારિત્રને ટકાવી રાખવા માટે અને પૂર્વે ઉત્પન્ન ન થયેલા એવા નવા જ ચારિત્રને ઉત્પન્ન કરવા માટે આ બાકીના ત્રણ અનુયોગો અત્યંત ઉપયોગી છે અને માટે તે આ ચારિત્રની વાડ જેવા છે કાંટાની વાડ બે કામ કરે. ઊગી ચૂકેલા પાકનું રક્ષણ અને નવા પાકની ઉત્પત્તિ. એમ શેષ અનુયોગો પણ એ જ બે કામ કરે છે. માટે તેઓને વાડ કહ્યા છે.) જેમ કપૂરના વનખંડની રક્ષા માટે વાડનો આશરો લેવાય છે. ત્યાં પ્રધાન તો કપૂરનું વનખંડ જ છે. વાડ નહિ. એમ અહીં પણ સમજવું. કેમકે ચારિત્રની રક્ષા માટે બાકીના અનુયોગોનો ઉપન્યાસ કરાય છે. આ જ વાત ભાષ્યકારે ઉત્તરાર્ધમાં કરી છે કે “જે કારણથી બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે.” અહીં ચય = કર્મનો ભેગો થયેલો ઢગલો. તેને ખાલી કરવાનું કામ ચારિત્ર કરે છે. અને માટે જ તેને ચારિત્ર કહેવાય છે. (ટીકામાં એ શબ્દોનો સમાસ જ ખોલ્યો છે.) (૬) પ્રશ્ન : “એ બાકીના ત્રણ અનુયોગો ચારિત્રની રક્ષા માટે છે” એ વાત શી રીતે સમજવી ? સમાધાનઃ એ ભાષ્યકાર હવે કહેશે. ગાથાર્થ - ધર્મકથા ચારિત્રના સ્વીકાર માટે છે. કાલ દીક્ષાદિ માટે છે. દ્રવ્યમાં દર્શનશુદ્ધિ છે અને દર્શનથી શુદ્ધ જીવને ચારિત્ર હોય. (૭) ટીકાર્ય - વ્રતાદિ રૂપ ચારિત્રના સ્વીકારનું કારણ ધર્મકથા છે. હેતુ, કરણ, નિમિત્ત આ ત્રણ પર્યાયવાચી શબ્દો છે. તથા દુર્ગતિમાં પડતા જીવસમૂહને જે ધારી રાખે-બચાવે તે ધર્મ, તેની કથા તે ધર્મકથા. તે ચારિત્રની પ્રાપ્તિનું કારણ છે. તે આ પ્રમાણે આપણી-વિક્ષેપણી વગેરે પ્રકારની ધર્મકથા વડે આકર્ષાયેલા ભવ્યજીવો ચારિત્રને પામે છે.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy