SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० આઠ પ્રકારની યોગની દૃષ્ટિઓ તેથી તે ખેદ આદિના ત્યાગથી પણ ક્રમે કરીને આ દૃષ્ટિ આઠ પ્રકારની છે. એમ આ દષ્ટિ અદ્વેષાદિ ગુણનું સ્થાન છે, કારણ કે તે પણ આઠ છે. કહ્યું છે કે – ૧. અદ્વેષ, ૨. જિજ્ઞાસા, ૩. શુશ્રુષા, ૪. શ્રવણ, ૫. બોધ, ૬. મીમાંસા, ૭. પરિશુદ્ધ પ્રતિપત્તિ, ૮. પ્રવૃત્તિ-એમ તત્ત્વમાં આ આઠ ગુણો છે. આ ક્રમથી આ સદ્દષ્ટિ-ભગવત્ પતંજલિ, ભદંત ભાસ્કરબંધુ, ભગવાન દત્ત આદિ યોગીઓને, માન્ય છે. આ દરેક દષ્ટિના નિરૂપણ અવસરે આ એકેક યોગાંગ, એકેક દોષત્યાગ અને એકેક ગુણસ્થાન એકસાથે બતાવીશું. (૧૬) હવે “દૃષ્ટિ' શબ્દનો અર્થ બતાવવા માટે કહે છે : ગાથાર્થ - સઋદ્ધાથી સંગત એવો જે બોધ તે “દષ્ટિ' કહેવાય છે, કેમકે અસત્ પ્રવૃત્તિ (શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ)ને અટકાવી દે છે અને સમ્પ્રવૃત્તિ (શાસ્ત્રથી અવિરુદ્ધ પ્રવૃત્તિ)ના પદને પ્રાપ્ત કરાવે છે. (૧૭). ટીકાર્ય - “સશ્રદ્ધાસંયુક્ત બોધ' એમ કહીને અસત્ શ્રદ્ધાની બાદબાકી કરી. અહીં અસત શ્રદ્ધા એટલે શાસ્ત્રબાહ્ય એવી, પોતાના અભિપ્રાયથી તેવા પ્રકારના અસદ્ ઊહરૂપવિકલ્પરૂપ શ્રદ્ધા સમજવાની છે. એવી તે અસત્ શ્રદ્ધાનો અભાવ હોવાથી એવા પ્રકારનો જે બોધ-અવગમ (સમજણ) તે શું છે? તો કે “દૃષ્ટિ' કહેવાય છે કેમકે દર્શન તે જ દૃષ્ટિ છે અને એ અપાય-અનર્થથી રહિત હોય છે. ફળની અપેક્ષાએ આ જ વસ્તુ (દષ્ટિ)ને કહે છે - અસત્ પ્રવૃતિ અટકી જવાથી તેવા પ્રકારની શ્રદ્ધા હોવાથી શું? તો કે – શાસ્ત્રથી અવિરુદ્ધ એવી પ્રવૃત્તિના પદને એટલે કે અવેદ્યસંવેદ્યપદનો ત્યાગ કરીને વેદ્યસંવેદ્યપદને લાવનાર બને છે. પમાડનાર બને છે. (અહીં સવાલ થાય કે દૃષ્ટિને વેદ્યપદની પ્રાપક કેમ કહી ? કેમકે) સ્થિરાદિ દષ્ટિ પોતે જ વેદ્યપદરૂપ છે. 'તો દૃષ્ટિ વેદ્યપદની પ્રાપક કયાં બની ? છતાં દષ્ટિ માટે) આ સ્વરૂપ સામાન્ય લક્ષણરૂપ છે, તેથી દોષરૂપ નથી. અથવા “સવૃત્તિપદ' એટલે પરમાર્થથી શૈલેશી નામનું પદ છે. એટલે એની પ્રાપક દૃષ્ટિ બની શકે છે. તેથી એ સમ્પ્રવૃત્તિપદાવહ હોય એમ કહેવામાં કોઈ દોષ નથી. (૧૭) આ દૃષ્ટિ પરિસ્થૂલ ભેદથી આઠ પ્રકારની છે, બાકી તો બહુ ભેજવાળી છે, એમ બતાવવા માટે કહે છે -
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy