________________
૫૩૨
ચાર પ્રકારની આચારસમાધિ (૧) જિનવચનમાં = આગમમાં આસક્ત (૨) અતિન્તિન = એકવાર કંઈક કહેવાયેલો છતો ગુસ્સાથી (અથવા તો ખુલ્લે ખુલ્લી ભાષામાં) વારંવાર બોલનારો ન હોય. (૩) સૂત્ર વગેરેથી પૂર્ણ (૪) અત્યંતપણે આયતનો = મોક્ષનો અભિલાષી (૫) આચારમાં સ્વસ્થતાવડે આશ્રવ દ્વારોને બંધ કરી ચૂકેલો (૬) ઇન્દ્રિય અને નોઇન્દ્રિયના દમનદ્વારા દાન્ત (૭) ભાવમોક્ષને જોડનાર...અર્થાત્ આત્માનાં મોક્ષને નજીક કરનાર થાય...(૯/૪)' (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ ચાર ભેદવાળી વિનયસમાધિ વગેરે ચાર પ્રકારની સમાધિઓને સારી રીતે જાણે છે. આમ છત્રીસ ગુણોરૂપી પુષ્પોની સુગંધવાળા ગુરુ પાપની દુર્ગધને હણો. (૧૨)
આમ અગિયારમી છત્રીસી સમાપ્ત થઈ.
___ महद्भिश्चरितं वर्त्म, गौरव्यं स्यात् श्रुतादपि । कालिकाद् वार्षिकं पर्व, चतुर्थ्यां कस्य नो मतम् ॥
મહાપુરુષોએ આચરેલ માર્ગ શાસ્ત્ર કરતા પણ વધુ ગૌરવપાત્ર હોય છે. કાલિકાચાર્ય પછી વાર્ષિક પર્વ ચોથનું થયું તે કોને માન્ય નથી? साधूनां दर्शनेनापि स्यात्, सरागोऽपि निर्मलः । नाभूदिलातीपुत्रः किं, वंशाग्रस्थोऽपि केवली ॥
સાધુઓના દર્શનથી પણ સરાગી પણ નિર્મળ થઈ જાય છે. વાંસના અગ્ર ભાગ પર રહેલો પણ ઇલાતીપુત્ર શું કેવળી ન થયો? अप्राज्ञेनापि मोक्तव्यः, श्रुताभ्यासः कदापि न । पश्य माषतुषोऽऽप्यासी-दनिर्वेदाद् गुणोत्तरः ॥
અલ્પબુદ્ધિવાળાએ પણ ક્યારેય પણ શાસ્ત્રનો અભ્યાસ છોડવો નહીં. જુઓ માષતુષમુનિ પણ કંટાળ્યા વિના ચઢિયાતા ગુણ (કેવળજ્ઞાન)વાળા થયા.