SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ ચાર પ્રકારની શ્રુતસમાધિ સૂત્રાર્થ - શ્રુતસમાધિ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) “મારે શ્રુત થશે. આ પ્રમાણે ભણવું જોઈએ (૨) “એકાગ્રચિત્તવાળો થઈશ’ એ પ્રમાણે ભણવું જોઈએ. (૩) “આત્માને સ્થાપીશ” એ પ્રમાણે ભણવું જોઈએ. (૪) “સ્થિત હું બીજાને સ્થાપીશ' એ પ્રમાણે ભણવું જોઈએ. ચોથું પદ છે. આમાં શ્લોક છે. જ્ઞાન, એકાગ્રચિત્ત, સ્થિર, બીજાને સ્થાપે. શ્રતોને ભણીને શ્રુતસમાધિમાં રત બને. ટીકાર્થઃ શ્રુતસમાધિ ચાર પ્રકારે છે. તે નહીં શબ્દ ઉદાહરણનો ઉપન્યાસ કરવા માટે છે. (૧) ભણવાથી “મને આચારાંગાદિ બાર અંગરૂપ શ્રત પ્રાપ્ત થશે” આ બુદ્ધિથી ભણવું જોઈએ. પણ અહંકારાદિના આલંબનથી ન ભણવું જોઈએ. (હું વિદ્વાન બનીશ..વગેરે મદગર્ભિત બુદ્ધિથી ન ભણવું.) (૨) “અધ્યયન કરતો હું એકાગ્રચિત્તવાળો થઈશ. ચંચળ ચિત્તવાળો નહિ રહું.” આ આલંબનથી ભણવું જોઈએ. (૩) અધ્યયન કરતો હું તત્ત્વનો જ્ઞાતા બનીશ અને તેથી શુદ્ધધર્મમાં આત્માને સ્થાપીશ. આ આલંબનથી ભણવું જોઈએ. (૪) અધ્યયનનાં ફલથી (કે બલથી) સ્વયં ધર્મમાં સ્થિર થયેલો હું શિષ્યને તે જ ધર્મમાં સ્થાપીશ...આ આલંબનથી ભણવું જોઈએ. આ ચોથું પદ છે. આ શ્રુતસમાધિવિષયમાં શ્લોક છે...એ બધું પૂર્વવત્ સમજવું. તે શ્લોક આ છે – (૧) અધ્યયનમાં લીન બનેલાને જ્ઞાન થાય. (૨) અધ્યયનમાં લીનતાના કારણે એકાગ્ર આલંબનવાળો બને. એટલે કે ધૃતરૂપી આલંબનમાં એકદમ લીન બને. (૩) વિવેકપ્રાપ્ત થવાથી ધર્મમાં સ્થિર થાય. (૪) સ્વયં ધર્મમાં સ્થિર હોવાથી અન્યને પણ ધર્મમાં સ્થાપે. જુદા જુદા પ્રકારના શ્રુત જાણે, ભણીને શ્રુતસમાધિમાં આસક્ત બને. શ્રુતસમાધિ કહેવાઈ ગઈ, હવે તપસમાધિને કહે છે. સૂત્રાર્થ - ચાર પ્રકારની તપસમાધિ છે. તે આ પ્રમાણે - (૧) આલોકને માટે તપ ન કરે. (૨) પરલોકને માટે તપ ન કરે. (૩) કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોકને માટે તપ ન કરે. (૪) નિર્જરાની ઇચ્છા સિવાય તપ ન કરે. આ ચોથું પદ છે. આમાં શ્લોક છે. નિત્ય વિવિધગુણતપોરત, નિરાશ, નિર્જરાર્થી થાય. સદા તપસમાધિમાં જોડાયેલો તે તપથી જુના કર્મોને ધુણાવે. ટીકાર્ય - ચાર પ્રકારની તપસમાધિ છે. તથા શબ્દ ઉદાહરણનો ઉપવાસ કરવા માટે (૧) લબ્ધિ વગેરેની ઇચ્છાથી આલોક માટે અનશનાદિ રૂપ તપને ન કરે. દા.ત. ધમિલ. (૨) જન્માન્તરના ભોગને માટે તપ ન કરે. દા.ત. બ્રહ્મદત્ત. (જન્માન્તર માટે તપ
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy