SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ સોળ પ્રકારના કષાયો કષાયોના ઉદય વિના એકલા અનંતાનુબંધી કષાયોનો ઉદય હોતો નથી, છતાં પણ અનંત સંસારના મૂળ કારણ રૂપ મિથ્યાત્વમોહનીયના ઉદયને ખેંચી લાવનાર હોવાથી આ કષાયોને જ અનંતાનુબંધી કષાય કહેવાય છે. શેષ ત્રણ કષાયો મિથ્યાત્વમોહનીયના ઉદયને અવશ્ય ખેંચતા નથી. તેથી તેમનો ઉદય સાથે હોવા છતાં પણ તેઓ અનંતાનુબંધી કહેવાતા નથી, તેથી આમનું (અનંતાનુબંધી કષાયોનું) જ આ અસાધારણ નામ છે. જેના ઉદયથી જીવ થોડા પણ પચ્ચક્ખાણને અનુભવતો નથી તે અપ્રત્યાખ્યાનીય કષાયો. કહ્યું છે કે,‘જેમના ઉદયથી અહીં અલ્પ પચ્ચક્ખાણ થતું નથી. એથી બીજા કષાયોનું અપ્રત્યાખ્યાનીય કષાયો એવું નામ પાડ્યું.’ તે ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. સર્વવિરતિરૂપ પચ્ચક્ખાણને જે આવરે તે પ્રત્યાખ્યાનીય કષાયો. કહ્યું છે કે, ‘અહીં સર્વસાવદ્યની વિરતિને પ્રત્યાખ્યાન કહેવાય છે. એથી ત્રીજા કષાયોનું નામ પ્રત્યાખ્યાનાવરણ એવું પાડ્યું.' તે ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. પરીષહો અને ઉપસર્ગો આવવા પર ચારિત્રધરને પણ જે કંઈક બાળે છે તે સંજ્વલન કષાયો. ‘સમ્’ શબ્દ અલ્પ અર્થમાં છે. કહ્યું છે કે, ‘પરીષહો અને ઉપસર્ગો આવવા પર આ કષાયો સાધુને પણ કંઈક બાળે છે, તેથી તેમને સંજ્વલન કહેવાય છે.’ તે ચાર પ્રકારના છે - ક્રોધ, માન, માયા અને લોભ. આમ ચાર ચતુષ્ક થયા એટલે સોળ થાય છે. (૧૭) સોળ કષાયો કહ્યા. હવે એમનું જ વિશેષથી કંઈક સ્વરૂપ બતાવવાની ઇચ્છાવાળા કહે છે ચાર કષાયો યાવજીવ, વર્ષ, ચાર માસ અને પક્ષ સુધી રહેનારા છે, એટલે કે અનંતાનુબંધી કષાયો યાવજ્જીવ રહેનારા છે, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો એક વર્ષ રહેનારા છે, પ્રત્યાખ્યાનાવરણીય કષાયો ચાર માસ રહેનારા છે અને સંજ્વલન કષાયો એક પક્ષ રહેનારા છે. આ વાત ‘કર્કશવચનથી એક દિવસના તપને, આક્ષેપ કરનારો એક માસના તપને, શાપ આપનારો એક વર્ષના તપને અને હણનારો સાધુપણાને હણે છે (ઉપદેશમાળા ગાથા ૧૩૪)'ની જેમ વ્યવહારનયને આશ્રયીને કહેવાય છે. નહીંતર બાહુબલી વગેરેને એક પક્ષ વગેરેથી વધુ પણ સંજ્વલન કષાય વગેરેની અવસ્થિતિ સંભળાય છે અને બીજા સંયત વગેરેને આકર્ષ વગેરે વખતે પ્રત્યાખ્યાનાવરણ, અપ્રત્યાખ્યાનાવરણ અને અનંતાનુબંધીનો અંતર્મુહૂર્ત વગેરે કાળ સુધી ઉદય સંભળાય છે. ‘યાવત્તાવ॰' (સિદ્ધહેમ ૮/૧/૨૭૧) સૂત્રથી ગાથામાં યાવત્ ના વ નો લોપ થયો છે. ‘યાવખ્ખીવવર્ણવતુર્માસક્ષા:' આ સમાસમાં ‘નામ્નો ગમ: વડ઼ૌ॰' (સિદ્ધહેમ પ/૧/૧૩૧) સૂત્રથી ૩ પ્રત્યય લાગ્યો છે. નરકગતિનું કારણ હોવાથી અનંતાનુબંધી કષાયોને પણ નરક કહ્યા છે. ‘ઘી આયુષ્ય છે, નવલ પાણી એ પગનો રોગ છે' ની જેમ કારણમાં કાર્યનો ઉપચાર થાય છે. એ પ્રમાણે તિર્યંચગતિનું કારણ હોવાથી અપ્રત્યાખ્યાનાવરણ કષાયોને તિર્યંચ કહ્યા છે, મનુષ્યગતિનું
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy