SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પરમાત્મા શ્રીઅરિહંતદેવોના પરમસુખદાયી શાસનની આરાધનાનાં બે મુખ્ય અંગો છે—૧-શ્રુત અને ૨-શીલ-ચારિત્ર. અલબત્ત બંનેય અંગો સમ્યગ્દર્શનથી સંલગ્ન અને સંશુદ્ધ તો જોઈએ જ. ઉત્તમશીલને સાધવા માટે ઉત્તમશ્રુતજ્ઞાનનો પાયો મજબૂત જોઈએ સભ્યજ્ઞાન, શ્રુત અને અભિનવશ્રુતરૂપે વીશસ્થાનક આરાધનામાં ત્રણ સ્થાનકો ખાસ આ બાબતની પુષ્ટિ માટે રાખ્યાં છે, એથી પણ શ્રુતનું મહત્ત્વ સમજી શકાય તેમ છે. શાસન સ્થપાય છે શ્રુત અને શીલથી, ચાલે છે શ્રુત અને શીલથી અને શ્રુત અને શીલ જ્યાં સુધી અકબંધ ત્યાં સુધી શાસનનું વહેણ પણ અકબંધ – એમ અપેક્ષાએ કહી શકાય તેમ છે. જૈનશાસનના મુક્તિદાયી શ્રુતજ્ઞાનના વિવિધ અંગ-પ્રત્યંગોના પ્રસાર-પ્રચાર દ્વારા ચતુર્વિધ શ્રીસંઘને એક મજબૂત આલંબન સમર્પવાનો વિનમ્ર પ્રયાસ સન્માર્ગપ્રકાશને આદરેલો છે. મહામહિમ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથપરમાત્માનો અસીમ અનુગ્રહ ઝીલીને, શાસનનાયક પ્રભુ શ્રીવીરપરમાત્માની ૭૭મી પાર્ટ આવેલા વર્તમાનકાલીન મૂર્ધન્યશ્રુતધર પ્રવરપ્રાવચનિક, દીક્ષાયુગપ્રવર્તક, જૈનશાસનશિરતાજ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાવૃષ્ટિમાં સ્નાત થઈને, તેઓશ્રીના આજીવનઅંતેવાસી, ગુરુગચ્છવિશ્વાસધામ, વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનું તપ-સંયમ સાંનિધ્ય મેળવી તેમજ તેઓશ્રીના ય શિષ્યાલંકાર પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના બહુમૂલ્ય માર્ગદર્શનથી અમો છેલ્લાં વીશ-પચ્ચીશ વર્ષની ટૂંકી અવધિમાં જૈનસંઘમાં નોંધપાત્ર કહી શકાય એવાં શ્રુતરત્નો પ્રકાશિત કરવામાં સુસફળ નીવડ્યા છીએ. વિવિધ આગમગ્રંથો, પ્રકરણગ્રંથો, અદ્યાવધિ અપ્રગટ એવા નવસંશોધિત પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથો, અનુવાદ ગ્રંથો, અધ્યયનના ગ્રંથો, વ્યાખ્યાનવાચસ્પતિ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ટંકશાળી પ્રવચનપુસ્તકો, પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજયકીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના પ્રવચનોનાં સારગ્રાહી અવતરણનાં પુસ્તકો, ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ભાષાકીય વિવિધવિષયક પુસ્તકો, પ્રશ્નોત્તર અને કથાગ્રંથો તેમજ પ્રતિ પંદર દિવસે ગુજરાતી અને હિંદીભાષાની અલગ-અલગ આવૃત્તિરૂપે બહોળી નકલોમાં પ્રકાશિત થઈ જનજનના ઘટઘટમાં જૈનત્વની જ્યોતને જાગૃત અને જ્વલંત બનાવતા ‘સન્માર્ગ’ પત્રનું નિયમિત પ્રકાશન આદિ અનેકવિધ કાર્યો દ્વારા અમોને નિરંતર શ્રુતસેવાનો અનુપમ લાભ મળી રહ્યો છે - જે અમારું સૌભાગ્ય છે. આ દરેક કાર્યોમાં પૂજ્ય આચાર્યાદિ ગુરુભગવંતોનો સદુપદેશ, ભારતવર્ષીય શ્રીસંઘો અને શક્તિમાન શ્રાવક-શ્રાવિકાવર્ગનો સતત સહયોગ મળતો રહ્યો છે - જે અમારું પ્રેરક પરિબળ બન્યું છે. વધુમાં ‘સ્મૃતિમંદિર અંજન-પ્રતિષ્ઠાસમિતિ' હસ્તકનાં તમામ પ્રકાશનો અને ‘શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દીસમિતિ’ના ઉપક્રમે પ્રકાશિત થયેલાં - થતાં તમામ પ્રકાશનોના મુદ્રણ-વિતરણાદિનો પુણ્યલાભ મેળવવા પણ અમો ભાગ્યશાળી નીવડ્યા છીએ. પરમપ્રભુ અને પરમગુરુદેવોના આશીર્વાદ આ જ રીતે કાયમ અમ પર વરસતા રહે અને ચતુર્વિધ શ્રીસંઘ દ્વારા મળતો ભાવસ્નેહ પણ અકબંધ બન્યો રહે - જેના બળે અમો ભવિષ્યમાં પણ આવી સુંદર શ્રુતસેવા કરી સ્વ-પરનું શ્રેયઃ સાધી શકીએ. પ્રસ્તુતમાં પ્રભુશ્રી વીરસ્વહસ્તદીક્ષિત-શ્રુતધર અવધિજ્ઞાની પૂ. શ્રી ધર્મદાસગણિક્ષમાશ્રમણજી વિરચિત ‘ઉપદેશમાળા’ શાસ્ત્રગ્રંથઉપર તેરમા સૈકાના ધર્મપ્રભાવક શ્રીવસ્તુપાળમંત્રીશ્વરના ગુરુપદે બિરાજમાન, મહાકવિ, સમર્થસાહિત્યકાર પૂ.આ.શ્રી ઉદયપ્રભસૂરીશ્વરજી મહારાજાએ રચેલી ‘કર્ણિકા’ વૃત્તિનું સર્વપ્રથમ સંશોધિતપાઠપૂર્વક અમો શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળાના ૩૪મા પુષ્પરૂપે સહપ્રકાશન કરી રહ્યા છીએ. આ ગ્રંથનું નવ હસ્તપ્રતોના આધારે પ્રથમવાર સંશોધન-સંપાદન કરીને મુદ્રણકાર્યનું માર્ગદર્શન આપીને પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રીવિજયકીર્તિયશસૂરીશ્વરજીમહારાજાએ મહાન ઉપકાર કર્યો છે. અક્ષરમુદ્રાંકન માટે વિરતિગ્રાફિક્સવાળા અખિલેશમિશ્રાએ ખૂબ ધીરજ અને ખંતપૂર્વક કાર્ય કરી આપ્યું છે અને સન્માર્ગપ્રકાશન-અમદાવાદે પણ ખૂબ જ જહેમતથી મુદ્રણ-પ્રકાશનવ્યવસ્થામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તે બદલ અમો તેઓ સૌના ઉપકૃત છીએ. સૌ કોઈ આ અને આવા શ્રુતરત્નોનો પ્રકાશ એ શ્રુતરત્નોના પરખનાર ઝવેરી સમાન ગીતાર્થ ગુરુભગવંતોના સાંનિધ્યમાં પ્રાપ્ત કરી પરમસુખમય – મોક્ષને પ્રાપ્ત કરો એ જ શુભાભિલાષા. – સન્માર્ગપ્રકાશન વિ.સં. ૨૦૬૯, ફાગણ સુદ-૨ બુધવાર, તા. ૧૩-૩-૨૦૧૩ સૂરિરામચંદ્રવડીદીક્ષાશતાબ્દીદિન
SR No.022274
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages564
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy