SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 4 ૧૪૦૦ જેટલા સંયમીઓ સાધનારત છે. અન્ય અન્ય સમુદાયો, ગચ્છો અને સંપ્રદાયોમાં દીક્ષાપ્રવૃત્તિના વેગમાં પણ તેઓશ્રીમદ્ અસામાન્યકારણરૂપ છે એમ કોઈ પણ નિષ્પક્ષપાતીને કહ્યા વિના ચાલે તેમ નથી. પૂજ્યપાદશ્રીજીના દીક્ષાસ્વીકારની ક્ષણે વિ.સં. ૨૦૬૮ના પોષ સુદ ૧૩ના દિને ‘શતાબ્દી'માં મંગલ પ્રવેશ કરીને પૂરા વર્ષભર એ નિમિત્તે દીક્ષાધર્મની પ્રભાવનાનાં વિધવિધ અનુષ્ઠાનોની હારમાળા સર્જી છે. પાલિતાણા ખાતે ‘સૂરિરામચંદ્ર' સામ્રાજ્યના મોવડી પૂજ્યો ગચ્છસ્થવિર પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજા, વાત્સલ્યનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા, પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ દશાધિક સૂરિવરો, પદસ્થો, શતાધિક મુનિવરો અને પંચશતાધિક શ્રમણીવરોની નિશ્રા-ઉપસ્થિતિમાં પંચદિવસીય મહામહોત્સવના આયોજન સાથે પ્રારંભાયેલ ‘દીક્ષાશતાબ્દી’ની ભારતભરમાં અનેક સ્થળે ભાવસભર ઉજવણી થઈ છે. પૂજ્યશ્રી સાથે સંકળાયેલાં સ્મૃતિસ્થાનો, તીર્થોમાં પણ વિવિધ ઉજવણીઓ આયોજાઈ છે. સમુદાયના અન્ય અન્ય સૂરિવરો આદિની નિશ્રા ઉપસ્થિતિમાં ય રાજનગર, સુરત, મુંબઈ વગેરે સ્થળોમાં પ્રભાવક ઉજવણીઓનાં આયોજનો થયાં છે. આ સર્વે ઉજવણીઓના શિરમોર અને સમાપનરૂપે પૂજ્યપાદશ્રીજીના દીક્ષાસ્થળ શ્રી ગંધારતીર્થના આંગણે વધુમાં વધુ સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘને આમંત્રી દિગદિગંતમાં ગાજે એવો દીક્ષાદુંદુભિનો પુણ્યઘોષ કરવાનો ય મનસૂબો ગુરુભક્તો અને સમિતિએ સેવ્યો હતો, જે દેવગુરુની કૃપાથી ૧૪ આચાર્યો, ૧૫૦ શ્રમણો, ૩૦૦થી વધુ શ્રમણીઓ અને હજારો શ્રાવકશ્રાવિકાઓની નિશ્રા-ઉપસ્થિતિમાં, ૧૭ દીક્ષાઓ, અનેક વડીદીક્ષાઓ, મુહૂર્તપ્રદાનો, વિશિષ્ટ દેવગુરુભક્તિપ૨ક પૂજાપૂજનો, પરિકરપ્રતિષ્ઠા, સાલગીરી ધ્વજારોપણ, અનેકાનેક ગ્રંથવિમોચન, વિશિષ્ટ સાધર્મિકભક્તિ આદિથી સભર ૧૧ દિવસીય સંસ્મરણીય મહોત્સવની ઉજવણી સાથે શિખરને સ્પર્શો હતો. દીક્ષાશતાબ્દી વર્ષમાં જિનભક્તિ, ગુરુભક્તિ, સંઘ-શાસનભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો જેમ યોજવાનાં નક્કી કરાયાં હતાં તેમ વધુમાં વધુ સંખ્યામાં મુમુક્ષુઓ મહાત્માઓ બને એવા દીક્ષામહોત્સવો પણ યોજવાના નિર્ધારાયા હતા. સાથોસાથ જ્ઞાનસુરક્ષાવૃદ્ધિ, અનુકંપા અને જીવદયાદિનાં સંગીન કાર્યો કરી પૂજ્યપાદશ્રીજીના ધર્મપ્રભાવક આજ્ઞાસામ્રાજ્યને આદરભરી અંજલિ સમર્પવાનું નક્કી થયું હતું. આ મહદ્યોજનાના જ એકભાગરૂપે પ્રાચીન અર્વાચીન શ્રુતપ્રકાશનનું સુંદર અને સુદૃઢ કાર્ય હાથ ઉપર લેવાયું છે. સૂરિરામચન્દ્રસામ્રાજ્યના વર્તમાન ગચ્છાધિપતિ પ્રવચનપ્રદીપ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞા-આશીર્વાદને ઝીલી પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શન અનુસારે વિવિધ શ્રુતરત્નોનું પ્રકાશન ‘શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી ગ્રંથમાળાના’ ઉપક્રમે નિર્ધાર્યું છે, તેના ૩૪મા પુષ્પરૂપે નાગેન્દ્રગચ્છીય પૂજ્યાચાર્યવર્યશ્રીઉદયપ્રભસૂરિમહારાજાવિરચિત ‘કર્ણિકા’વૃત્તિ સહિત પ.પૂ.શ્રુતકેવલી ધર્મદાસગણિવરવિરચિત ઉપદેશમાલા ગ્રંથનું પ્રકાશન કરતાં અતીવ આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથનું સંપાદન-સંશોધનકાર્ય પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી કીર્તિયશસૂરીશ્વરજીમહારાજાએ કરી-કરાવીને મહાન્ ઉપકાર કર્યો છે. અક્ષરમુદ્રાંકનનું જટિલ કાર્ય વિરતિગ્રાફિક્સવાળા અખિલેશમિશ્રાએ કર્યું છે તો સન્માર્ગપ્રકાશન— અમદાવાદે પણ ખૂબ જ જહેમતથી મુદ્રણ-પ્રકાશન વ્યવસ્થામાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તે બદલ અમો તેઓ સહુના ઉપકૃત છીએ. સૌ કોઈ આ પુસ્તકના પઠન-પાઠનાદિ દ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ પામી મુક્તિમાર્ગમાં આગળ વધી આત્મશ્રેયઃ સાધે એ જ અંતરભાવના. વિ.સં. ૨૦૬૯, ફાગણ સુદ-૨ બુધવાર, તા. ૧૩-૩-૨૦૧૩ રાજનગર શાસનશિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષાશતાબ્દી સમિતિ
SR No.022274
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages564
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy