SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલાગ્રંથની પરમ ઉપાદેયતા : જૈન જ્ઞાનભંડારોમાં શ્રીકલ્પસૂત્ર-બારસાસૂત્રની વિવિધ પ્રકારની પ્રતિઓ કદાચ સૌથી વધારે ઉપલબ્ધ થાય છે, કારણ કે એ આગમગ્રંથ જૈનધર્મના ગ્રંથોમાં શિરમોર સ્થાન-માન ધરાવે છે. ત્યારબાદ વધુમાં વધુ સંખ્યામાં કોઈ ગ્રંથની પ્રતિઓ ઉપલબ્ધ થતી હોય તો બેહીચક કહેવું પડે કે તે “ઉપદેશમાળા' મહાગ્રંથની છે. સુશ્રાવકોના ઘરોમાં પણ દૈનિક સ્વાધ્યાયાદિ માટે આ ગ્રંથની લખાવેલી પ્રતિઓ ઉપલબ્ધ થતી હતી. આ એક “લોકમાન્ય' મહાગ્રંથ છે, તેનો સબળ પૂરાવો, એના ઉપર અનેકાનેક મહાપુરુષોએ ટીકાગ્રંથો, વિવરણો, બાલાવબોધ (ટબ્બાઓ) વગેરેની કરેલી સંરચના ઉપરથી જેમ જાણવા મળે છે તેમ આ ગ્રંથની રચના-નિરૂપણશૈલીના અનુકરણ-અનુસરણરૂપે ય ઢગલાબંધ પરવર્તી ગ્રંથો-મહાગ્રંથોની અનેકાનેક પૂર્વર્ષિઓ દ્વારા થયેલી રચનાઓથી પણ સારી રીતે જાણવા મળે છે. | સુવિહિતશિરોમણિ, સમર્થશાસ્ત્રકાર પૂ.આ.શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ મહાન ગ્રંથને વિશિષ્ટ વૃત્તિ-અલંકારથી શોભાવ્યો હતો એવો એક ઉલ્લેખ તેઓશ્રીના જ “યોગશતક' ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. સંઘનું સદ્ભાગ્ય ઓછું કે ઉલ્લેખાનુસારી એ વૃત્તિ અનુપલબ્ધ છે. જેમ યોગવિંશિકા અને યોગશતક જેવા ગ્રંથો સંઘના સદ્ભાગ્યથી પરઠવવા માટે મોકલાયેલ પ્રતિઓકાગળોમાંથી ઉપલબ્ધ થયા તેમ આ વૃત્તિ પણ જો ઉપલબ્ધ થાય તો કંઈ કેટલીય બાબતો પર મૌલિક પ્રકાશ સાંપડી શકે. તેઓશ્રીમદુને “ઉપદેશદાન'ના નિમિત્તે પોતાના ગુરુસ્થાને સ્થાપિત કરનારા ઉપમતિભવપ્રપંચાકથા જેવા કાલજયી સંસ્કૃત મહાગ્રંથનું પ્રણયન કરનારા પૂ.શ્રીસિદ્ધર્ષિગણિવરે આ જ “ઉપદેશમાળા” ઉપર “હેયોપાદેયા નામની પ્રગટ-પદાર્થ વૃત્તિ (ટીકા) બનાવી...પૂર્વવૃત્તિવિનાશની ખોટને મહદ્અંશે પૂર્ણ કરી છે. અદ્દભુત અર્થોદ્દઘાટન અને સન્માર્મિક કથાવિન્યાસથી એ વૃત્તિ અત્યંત તેજસ્વી બની છે. ધર્મોપદેશમાળા'કાર પૂ.આ.શ્રીજયસિંહસૂરિજી મહારાજે પણ ઉપદેશમાળાને સ્વતંત્ર વૃત્તિથી સુરક્ષિત કર્યાનો ઉલ્લેખ મળે છે. એ વૃત્તિ પણ આજે મળતી નથી. “વાદિદેવસૂરિકુલોત્પન્ન' પૂ.આ.શ્રીરત્નપ્રભસૂરિજી મહારાજે પ્રાકૃત વિસ્તૃત કથાઓ સમેત “દોઘટ્ટી' નામની ટીકા બનાવી છે, તે સંઘમાં ખૂબ પ્રચલિત છે. ખરતરગચ્છીય પૂ. મુનિરાજ શ્રીરામવિજયજી મહારાજે ગદ્ય કથાઓ સમેત સરળ ભાષામાં એક ટીકા બનાવી છે, જે પ્રારંભિક અભ્યાસુઓ માટે સુંદર આલંબન બનેલ છે. ઉપદેશમાળાની લોકપ્રિયતાથી આકર્ષાઈ અનેક પ્રાચીન-અર્વાચીન કૃતોપાસક સૂરિવરો-મુનિવરોએ એવાં જ નામસાદેશ્યવાળા કે પદાર્થનિરૂપણશૈલીસદશ્યવાળા અનેક પ્રકરણગ્રંથોની સંરચના કરેલી છે, તેમાં... માલધારી પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત “ઉપદેશમાળા-પુષ્પમાળા', પૂ. આ.શ્રીજયસિંહસૂરીશ્વરજી મહારાજા રચિત ધર્મોપદેશમાળા', પૂ.આ.શ્રીપ્રભાનંદસૂરીશ્વરજી મહારાજા રચિત “હિતોપદેશ' અગર “હિતોપદેશમાળા’, એ ઉપરાંત દાનોપદેશમાળા, શીલોપદેશમાળા, ધર્મશિક્ષાપ્રકરણ, આખ્યાનકમણિકોશ, ઉપદેશરત્નાકર, ઉપદેશસાર, ઉપદેશસપ્તતિકા, સંબોધસિત્તરી જેવા કેટલાય ગ્રંથો જૈનસંઘમાં સુપ્રસિદ્ધ છે. કર્ણિકાવૃત્તિકારશ્રીનો પરિચય : અહીં ઉપદેશમાળા મહાગ્રંથ ઉપર નાગેન્દ્રગથ્વીય પૂ.આ.શ્રીઉદયપ્રભસૂરીશ્વરજી મહારાજાએ રચેલી “કર્ણિકા’ નામની વૃત્તિ (ટીકા) સર્વપ્રથમ વાર સંશોધન-સંપાદન થઈને શ્રીસંઘ સમક્ષ પ્રકાશિત થઈ રહી છે. વૃત્તિકાર મહર્ષિનો અભ્યાક્ષરી પરિચય “પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ’ ન્યાયે વૃત્તિની વરેણ્યતા ઉપર મહોરછાપ મારવા સમર્થ બનશે. વિક્રમના બારમા-તેરમા સૈકામાં થયેલા જૈનશાસનના ઝળહળતા નક્ષત્રોમાંના તેઓશ્રીજી એક સુનક્ષત્ર હતા. નાગેન્દ્રગચ્છના પ્રભાવક પૂ.આચાર્ય શ્રીસેનસૂરીશ્વરજી મહારાજ (જેઓએ રેવંતગિરિરાસુની રચના કરી છે.) તેઓશ્રીના ગુરુદેવ હતા. તે કાળના સમર્થ ધર્મપ્રભાવક મહામંત્રી વસ્તુપાલ અને દંડનાયક તેજપાલના તેઓશ્રી કુળગુરુ હતા. બાલ્યવયમાં જ દીક્ષિત બનેલા તેઓશ્રીનો જીદ્દા ઉપર શારદાનો વાસ હતો. તેઓશ્રીના પ્રજ્ઞાવિકાસ માટે તેઓશ્રીના ગુરુદેવે તેમજ મંત્રીશ્વર વસ્તુપાળે જબરદસ્ત જહેમત ઉઠાવી હતી. સાહિત્યના વિવિધ અંગોમાં તેઓ વિશારદ બન્યા હતા, એમ તેઓશ્રીના જ્યોતિષ વિષય આરંભસિદ્ધિ, વસ્તુપાલ મહામંત્રીના સુકતોની પ્રશસ્તિરૂપ સુકતકીર્તિકલ્લોલિની તેમજ ધર્માભ્યદયમહાકાવ્ય અપર નામ સંઘપતિચરિત્ર જેવા ગ્રંથો સાખ પૂરે છે.
SR No.022274
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages564
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy