SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સુધા-વર્ષા. ૬૯. જેના હૃદય-મંદિરમાં નિર્વેદના નિર્મળ–તરંગેની ઉમિઓ ઉછળતી નથી, તેને જીવનમાં સંવેગને આવિર્ભાવ થે એ સેંકડે કેષ દૂર છે. ૭૦૦. જિન-મંદિરમાં પ્રભુ પાસે “મનિટો પાઠ બોલનાર-ભક્તને ભવનિર્વેદના ભવ્ય ભાવ મરણના અંત સુધી સમજાતું નથી, એજ ખેદને વિષય છે. ૭૦૧. જિનેશ્વર-ભગવંતના દર્શનથી, વન્દનથી, પૂજનથી, સત્કારથી, સન્માનથી જે ભાવ-- ભક્તિ કરનારાઓ ભવ નિર્વેદના ભાવથી ભાવિત ન થાય, અને સંસાર પ્રત્યે કંટાળાવાળા ન થાય તે સમજવું કે તે પુણ્યાત્માઓને દર્શન-વન્દન-પૂજન--સત્કાર-સન્માનનાં યથાર્થ-ફળની પ્રાપ્તિ હજી સુધી થઈ જ નથી. ૭૦૨. કેદખાનામાં સપડાયેલાં કેદીને છુટવાની જે તમન્ના હોય છે, તેવી જ તમન્ના બલકે તેથી પણ અધિક તમન્ના ચાર ગતિ=ચૌરાશી લાખ નિમાંથી છુટવાની તમન્ના હોય તે સમજવું કે નિર્વેદના નિર્મળ સુધાનું પાન કરવા ભાગ્યશાળી થયો છીએ. અને એટલું જ નહિં પણ ઠરીઠામ બેસવા લાયકનું એક પણ સ્થાન ચાર ગતિમાં છેજ નહિં, આ નિર્ણય નિર્વેદની નિર્મળ-ભૂમિકાના ઉંડાણમાં રહે છે. ૭૦૩. પિતાની પર્ષદાને પૂરવાની મુરાદથી શિષ્યાદિક પરિવાર વધારવાની બુદ્ધિ ગુરૂઓ માટે વિઘાતક છે, પરંતુ તે સમ્યકત્વાદિ ગુણના ભાજન બનીને મારા આશ્રિતો સંસાર * સમુદ્રથી પાર પામે એજ બુધ્ધિજ ઉભયતઃ હિતવર્ધક છે. ૭૦૪. પૂર્વગ્રહના પાશમાં સપડાયેલાઓ, અને સપડાઈ જાય તેવા ભૂલભૂલમણીમાં ભૂલા પડેલાએ સંવર-નિર્જની શુભ કાર્યવાહિ કરી શકતાં નથી, પરંતુ દ્રઢ પુણ્યા નુબન્ધિ પુણ્યબંધ પણ બાંધી શક્તાજ નથી. ૭૦૫. અવિશ્વાસનું અખલિત વાતાવરણ ખડું થાય ત્યાં કાંકરીને બદલે મરૂની કલ્પનાઓ ખડી થાય છે, માટે વિશ્વાસનું સ્થાન અવિશ્વાસ ન લે તે ધ્યાનમાં રાખે. ૭૦૬. પ્રતિજ્ઞાઓ લેવી એ જુદી ચીજ છે, અને પ્રતિજ્ઞાનુસાર સર્વસ્વના ભેગે પરિપૂર્ણ જીવન જીવવું એ તદ્દન જુદી ચીજ છે; એ બંને ચીજ સુવિવેકશીલ આત્માઓને સમજાવવી પડતી જ નથી. ૭૦૭. વિનના વિષમ-ટેળીઓ વગર પ્રતિજ્ઞાઓના પાલનની કિંમત સમજવી મુશ્કેલ છે, અને સાથે સાથે વિનાદિ-વિપત્તિઓના વંટોળીએ ચઢેલા પુણ્યાત્માઓને પ્રતિજ્ઞા પાળવી એ પણ અતિ મુશ્કેલ છે. ૭૦૮. આવી પડેલાં કે આવનારાં દુઃખોથી ગભરાઈ જનારાઓ પ્રતિજ્ઞાનું પાલન કરી શકતાં જ નથી, માટે શૈર્યતા પૂર્વક આગળ વધવું એજ હિતાવહ છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy