SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા. ' ૫૩૬ સુધાથી શાંત થયેલા સ્વસ્થ-ચિત્તમાં બુદ્ધિવૈભવ આવિર્ભાવ થાય છે, એ એકાન્ત શાસ્ત્રીય-ડિતશિક્ષા નથી, પરંતુ આ નીતિવાકકય છે. પ૩૭. લાભદાયિ-કાર્યનો અવસર ગુમાવનારને ભવિષ્યમાં પશ્ચાતાપ થાય છે, માટે અવ સચિત-કાર્ય-અવસરે કરી લેવું, પરંતુ આલસ્ય-પ્રમાદને આધિન થઈ અવસર ચૂકેજ નહિ.. ૫૩૮. પુણ્યશાલિઓના પ્રબળ પુણ્ય પ્રભાવથી સુકાઈ ગયેલાં વન-વૃક્ષો અને નદી નિઝરણા પણ નવપલવિત થાય છે, માટે પુણ્ય-રક્ષ-વૃદ્ધિના ઉપાયોમાં સત્વર ઉદ્યમવન્ત થવું જરૂરીનું છે. ૫૩૯ જેવી રીતે ચિન્તામણિ-રત્ન ચિત્તને ચમત્કાર પમાડનારા ગુણો વડે સ્વયં જ્યાં ત્યાં માન-પ્રતિષ્ઠાને પૂજા પામે છે, તેવી રીતે પુણ્યશાળિઓ પોતાના પ્રબળ પુણ્યાદિ પ્રભાવે સર્વત્ર-સર્વ-સર્વથા માન-સન્માન-સત્કાર-પૂજા--પ્રતિષ્ઠા પામે છે; તેમાં નવાઈ નથી. પ૦૦ ઉત્તમ પુરૂષોને આચાર-વિચાર અને વાણી થી કુલ-જાતિ–ઉત્તમતા આદિગુણોનું પ્રકાશન થાય છે. ૫૪. એકજ સ્થળે વસવામાં માન હાનિ થાય છે, એવું સમજીને સૂર્ય-સમાન-ભાગ્યવાને સ્થલાન્તર કરતાં જણાય છે. ૫૪૨ કૃષ્ણપક્ષને ચંદ્રમાની જેમ કલાવા–ભાગ્યશાળ બાહ્ય-અત્યંતર લમી રહિત થવાથી * લઘુતાને પામે છે, તે વિકિઓએ વિચારવું જોઈએ. પંડિતસજજન શિરોમણિ એ શત્રુ સારો છે. પરંતુ મૂર્ખ મિત્ર એ વર્તમાન ભાવિ જીવન માટે ભયંકર છે ૫૪૪. મિત્રને દ્રોહ કરનારા, કરેલા ઉપકારને ભૂલનારા, સ્વામિનો દ્રોડ કરનારા, અને વિવાસને ઘાતકરનારા; એ બધાની ક્રિયાઓ નરક પ્રત્યે લઈ જનારી છે, અર્થાત્ તે બધા નરક પ્રત્યે પ્રયાણ કરનોરા છે. ૫૪૫. સંકલેશને ઉત્પન્ન કરનાર, અને સંકેલેશની વૃદ્ધિ કરનાર કહેવાતાં શુભ સ્થાને પણ દૂરથી ત્યાગજ કરવાં શ્રેયસ્કર છે. ૫૪૬. વિરોધની પરંપરા પ્રાપ્ત થાય તેવા સ્થાનમાં ભાગ્યશાળીઓએ વસવુંજ નહિ. ૫૪૭. ઓને પિતૃગૃહે, અને પુરૂષને “વસુરગૃહે વસવું હિતકર નથી, તેવી જ રીતે - એકજ સ્થાને યતિવર્યોએ વાસ કરે તે પણ હિતકર નથી. ૫૪૮. મૃગેન્દ્રો, પુરૂષ અને ગજેન્દ્રો અપમાનવર્ધક સ્થાનમાં ક્ષણભર રહી શકતા નથી. ૫૪૯ યતિવર્યો, યાચકે; અને નિર્ધને વાયુની જેમ એક જ સ્થળે સ્થિર રહેતા નથી. - આથી નહિં રહેવાનો પ્રયજન-પરમાર્થ-પૂલાદિને વિચારવાની જરૂર છે. ૫૫. જેવી રીતે પ્રકાશ કરવાના સ્વભાવવાળો પ્રકાશમય દીપક બીજા દીપકની અપેક્ષા
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy