SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) એકવાર વિહાર દરમિયાન એક ગૃહસ્થે પૂછ્યું: “ બાપજી, આપશ્રીની આંખે તા ધણી મુશ્કેલી છે. બહુ તકલીફ પડતી હશે?” ત્યારે વળતી જ પળે તેમણે હસતાં હસતાં જવાબ આપ્યા: “ભાઈ, એમાં હવે કાંઈ ચિંતા કરવા જેવુ' નથી. આખા ગઈ તા ભલે ગઇ. મે એ આંખોને ખૂબખૂબ કસ કાઢી લીધા છે. હવે આ સંસારને જોઇને કામ પણ શુ છે મારે ?” ખીજાએને છતી આંખે જે ન સૂઝે, જે નિલે`પંતા ન આવે, તે સૂઝ અને નિલે પતા આંખાનું તેજ નષ્ટ થયા છતાં પણ અકબંધ અને વળી પ્રસન્નતા સહિત જાળવવાનુ સામ આવા ભવભીરુ પુણ્યાત્માના જ ઇજારા હાય એમ, આવેા જવાણ સાંભળ્યા પછી લાગે છે. અને છતાં, આંખા ન ાત્રાની વ્યથા પણ એમને પીડતી નહિ, એવું ન હતુ. એને ખ્યાલ આપતા એક પ્રસ'ગ જોઇએઃ– જ્ઞાનાભ્યાસ કરતા એક મુનિરાજના અધ્યયન વિશે જાણ્યા-પૂછ્યા પછી એમણે કહ્યુંઃ 'ભાઈ, તું તેા ધનવાન થઇ રહ્યો છે, અને અમે તેા કગાળ બની રહ્યા છીએ.” આ શબ્દો સાંભળતાં જ ઊભેલા બધા સ્તબ્ધ. “ સાહેબ, આવુ કેમ મેલ્યા ?” જવાબ આવ્યેઃ “ભાઈ, મારે આંખના તેજ ગયા, હવે તમારી જેમ આગમેનું તે શાસ્ત્રોનું વાંચન હું કયાંથી કરી શકવાના? તમે ખૂબ વાંચશે, જ્ઞાનવૃદ્ધિ કરશેા અને શ્રદ્ધાને ઢ બનાવશેા એટલે ધનપતિ જ થવાના! એ બધુ... હવે હું નહિ જ કરી શકું. ” આ પળે તેઓના જ્ઞાનચક્ષુની અને સ્વાધ્યાયલીન જીવનની યાદી અપાવી મુનિરાજે અનુમેાદના કરવાના પ્રયત્ન કર્યાં તે કહે “ભાઈ, તારી વાત બધી સાચી હશે, પણ આપણા ક્ષયાપશમ કેવા, એ તને ખ્યાલ છે ને? પૂ॰ધર ભગવંતા પણ મંદ ક્ષયાપશમી અને કે પ્રમાદી અને તે બધું જ વીસરી જાય, તે આપણા જેવા રાંકની શી વલે થાય ? એ તા. પાનું ક્રૂ ને સેાનું ખરે, જિનાગમ જેમ વધુ વાંચીએ તેમ અવનવા ભાવા મળે. એક સૂત્રના અનંત અથ થાય એમ પ્રભુએ કહ્યું. પણ તે તે જ્ઞાનીએ કરી શકે. આપણા માટે તેા પાનું, આગમ એ જ તરણેાપાય. ખેાલ ભાઈ, હવે આ પાનું વાંચવાનુ` મારાથી થશે ખરૂ ?” શાસ્ત્રસમર્પિત જીવન કેને કહેવાય તેને અણુસાર એમના આ વ્યથાનીતરતા અંત દૂંગારમાં મળી રહે છે. આંખા નથી તેાય નિલે પતા જાળવી જાણનાર આ પુણ્યાત્મા પાસે આખા મેાજૂદ હાત તા પણ સ'સારનિરપેક્ષ અનીને કેવી શાસ્ત્રસાધના તેએ કરત તેને ગતિ ઇશારો તેમની એ વ્યથા તળે છૂપાયેલા કળી શકાય છે. આખાની ગેરહાજરી છતાં પણ સાધુની સહાયથી, શારીરિક રીતે પૂર્ણ પરાધીન ન થયા ત્યાં સુધી પગપાળા વિહારે જ તેઓએ કર્યાં, ડાળીના ઉપયાગ તે છેક છેલ્લાં ત્રણ-ચાર વર્ષામાં કરવા પડેલા-પેાતાની નામરજી છતાં સંઘ અને સાધુઓના આગ્રહને કારણે, ગિરિરાજ
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy