SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) એમનામાં અસ્તિત્વ ધ એવો લહેરાયા કરતે, કે વ્યક્તિત્વને બોધ લગભગ નામશેષ કે નહિવત્ બની ચુક્યું હતું. ઓછામાં ઓછું બોલવું એ એમની ખાસિયત હતી, પરંતુ એમનું મૌન પણ મનભાવન બની રહેતું, અને હેતુગર્ભિત એવાં એમનાં અવસરચિત છતાં તેણે તેળીને બેલાયેલાં વચને પણ સાંભળનાર માટે જીવન આખાનું ભાતું બની જતાં, વસ્તુતઃ એમનું સાંનિધ્ય જ એવું પ્રેરણાદાયી અને પાવન હતું કે જનાર ભાવુકનું ઘણુંખરૂં કાર્ય તે એ મૂક સાંનિધ્ય થકી જ સરી જતું. એક તે જ્ઞાની, તેમાં વળી સંત, પછી તેમનું મૌન, તેમની વાણું અને તેમનું સાંનિધ્ય, આગંતુકને મન અમૃતને ઘૂંટડો કેમ ન બને? આંતરવૈભવના અક્ષયપાત્રસમા આવા પુણ્યપુરુષની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં તેમની જ રચેલી એક શાસકૃતિ પ્રગટ થાય છે ત્યારે તેમને ગુણાનુવાદ કરવાની લાલચ રોકી શકાય તેમ નથી. વિ.સં. ૧૯૪૪ના પિષ શુદિ ૧૧ના દિને સ્તંભતીર્થ તરીકે પ્રખ્યાત એવા ખંભાત બંદરે તેમને જન્મ પિતાનું નામ છોટાલાલ પાનાચંદ ઘીયા, માતાનું નામ પરસનબહેન, પિતાનું નામ ઉજમશીભાઈ. એમની દશેક વર્ષની વય હશે તે સમયે સૂરિસમ્રાટે ખંભાતમાં વારંવાર આવી અનેક ધર્મકાર્યો કરાવ્યાં, તેમાં એક હતું જંગમ પાઠશાળાની સ્થાપનાનું કાર્ય. જગમ એટલે હરતીફરતી–Mobile; આજે ધાર્મિક શિક્ષણ શિબિરો થાય છે તે શિબિર જેવી પાઠશાળા તે જગમ પાઠશાળા. શિબિર શબ્દની સામે એકવખત ઘણે મોટો વિરોધ ઉઠાવાયેલો. જગમ પાઠશાળા શબ્દને આ સંદર્ભમાં મૂલવવા જેવું છે. આ જગમ પાઠશાળા જ્યાં સૂરિસમ્રાટ જતા અને સ્થિરતા કરતા ત્યાં ચાલતી, ખંભાત, પેટલાદ, બોરસદ, અમદાવાદ વગેરે સ્થળોએ સૂરિસમ્રાટ પાસે જુદાં જુદાં ગામના વિદ્યાથીએ આવતાં, રહેતાં, ભણતાં. ઉજમશીભાઈએ આ પાઠશાળામાં સંસ્કૃત વ્યાકરણ સુધીને અભ્યાસ કર્યો. એકવાર લાડમાં મેં પૂછેલુંઃ દાદા! અમારા જેવડા હતા ત્યારે આપ શું કરતા તોફાન કરતા અમારા જેવું? એવા જ વહાલથી દાદા મૌનપણે મલકતાં-મરકતાં બેસી રહેલા. પિતાનું ગૌરવ પિતે કહે એ તેમને ઈષ્ટ નહિ, એ તે મને બહુ મેડે મેડે સમજાયેલું. તે વખતે તે પડખે બેઠેલા પૂજ્ય પં. શ્રી નીતિપ્રભ વિજયજીએ કહ્યું કે “તે વખતે તેફાન ને રખડપાટ નહેતા કરતા તમારા જેવડા હતા ત્યારે તે સાધ્વી મહારાજેને વ્યાકરણ ભણાવતા હતા દાદા.” છે. પણ આ જવાબ મારે નહિ જોઈ તે મારે તે દાદાને જ જવાબ આપતે હતે. હઠ કરીને તેફાન પણ કર્યું, ને પૂછ્યું કે આ કહે છે તે સાચું છે? મારી બાળસુલભ હઠ આગળ છેવટે દાદાએ નમતું જે ખેલું ને કબૂલેલું કે “હા, તેઓ કહે છે તે સાચું છે.”
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy