SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) જુદી રીતે શોધી બતાવી છે. અને તેઓએ ગ્રીક ગણિતજ્ઞોએ સૂચવેલ “Squaring The Circle” ના ફૂટપ્રશ્નનો ઉકેલ શેળે છે. અને તેના નિષ્કર્ષરૂપે " ની કિંમત મા આવે છે. “Squaring The Circle' નો શ્રીનિવાસ રામાનુજને શેાધી આપેલ ઉકેલ તથા તેની સાબિતી આ ગ્રંથના અંતે આપેલ પરિશિષ્ટિમાં છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવી. - આ સિવાય " નાં વિવિધ મૂલ્યો અંગે સંક્ષિપ્ત લેખ પણ પરિશિષ્ટમાં આપેલ છે. તે જોવાથી ની વિચિત્રતાનો સુપેરે પરિચય થશે. લઘુસંગ્રહણી સૂત્રની પ્રસ્તુત ટીકામાં ગાથા-૧૧ના મરહારૂ સત્તવાન પદની ટીકામાં ટીકાકાર આચાર્યશ્રીએ ભરત વિગેરે સાત ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં ભારત તથા ઐરવત ફોત્રમાં પ્રવર્તતા ૧૨ આરા પ્રમાણ કાળચક્રનું પણ વર્ણન કરેલ છે. આ કાળચક્રની સત્યતા વિશે ઘણા લોકોને શંકા જાય તેમ છે, પરંતુ અહીં આપણે આધુનિક વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં તેને વિચાર કરીશું. એ માટે આપણે પ્રથમ કાળચક્રના વિભાગોને બરાબર સમજી લેવા પડશે. કાળચક્રના મુખ્ય બે વિભાગ છે. ૧ઃ ઉત્સર્પિણી કાળ. ૨ઃ અવસર્પિણકાળ. ઉત્સપિણીકાળમાં મનુષ્ય પ્રાણીઓ વિગેરેના દેહમાન, આયુષ્ય, શારીરિક શકિતઓ વિગેરેને વિકાસ થાય છે અને આત્માની વિભાવદશા એટલે કે રાગ-દ્વેષ, ક્રોધ વિગેરે કષાય, વિગેરે અશુભવૃત્તિઓને કમે કેમે કરીને હાસ થતો જાય છે, ઓછી થતી જાય છે. આ રીતે સર્વસામાન્ય પરિસ્થિતિ જતાં અલ્પકષાયવાળા સ્ત્રી-પુરુષ, તિર્યંચ-પશુપક્ષીઓ વિગેરેનું પ્રાધાન્ય વધતું જાય છે. જ્યારે અવસાયણકાળમાં એથી ઉલટુ બને છે. શરૂઆતમાં મનુષ્ય-પશુઓ વિગેરેનાં આયુષ્ય તથા દેહમાન (શરીરની ઉંચાઈ અથવા લબાઈ) ઉત્કૃષ્ટ હોય છે. ત્યાર બાદ સમય પસાર થતો જાય તેમ તેમ તેમાં ઘટાડો થતા જાય છે. શરૂઆતમાં મનુષ્ય વિગેરેમાં અશુભવૃત્તિઓ –ઈર્ષ્યા, માયા, રાગ, દ્વેષ, ક્રોધ વિગેરે ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે, ત્યાર બાદ સમય પસાર થાય તેમ તેમ તેમાં વધારો થતો જાય છે. ઉત્સર્પિણ અને અવસર્પિણી, બંનેમાં છ છ આરા હોય છે. દરેકમાં વીશ વીશ તીર્થંકરો થાય છે. બંનેના સંયુકત કાળ ૨૦ કડાકોડી સાગરોપમ છે. અવસર્પિણીના ૧૦ કોડા કેડી સાગરોપમ અને ઉત્સર્પિણીના ૧૦ કેડા કેડી સાગરોપમ છે. તેમાં અત્યારે અવસપણે ચાલી રહી છે માટે તેનું સ્વરૂપ પ્રથમ જોઈ લઈશું. ઉત્સર્પિણનું સ્વરૂપ તેનાથી ઉલ્ટાક્રમે સમજી લેવાનું છે. અવસર્પિણીમાં પ્રથમ આરામાં ૪ કડાકડી સાગરોપમ વર્ષ જેટલે સમય પસાર થાય છે. દ્વિતીય આરે ૩ કેડાકોડી સાગરોપમ વર્ષ જેટલું હોય છે. તૃતીય આરામાં ૨ કલાકેડા સાગરોપમ વર્ષ જેટલો સમય હોય છે. જે આરો ૪૨૦૦૦ વર્ષ ઓછા એવાં ૧ કડાકડી સાગરોપમ પ્રમાણને હોય છે. પાંચમ અને છઠ્ઠો આરો ફકત ૨૧૦૦૦-૨૧૦૦૦ વર્ષને હોય છે. આમાં તૃતીય આરાના અંતભાગમાં પ્રથમ તીર્થંકર થાય છે. ત્યારબાદ એટલે કે પ્રથમ તીર્થંકરના નિર્વાણ બાદથોડા જ સમયમાં ચોથા આરાનો પ્રારંભ થાય છે આ ચોથા આરામાં, આ ચોવીશીમાં થનાર વીશ તીર્થકરો પૈકીના બાકીના ત્રેવીસ તીર્થંકર થાય છે. અંતિમ તીર્થંકરના નિર્વાણ બાદ થોડા જ વખતમાં એથે આરો પૂરો થાય છે. જન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે–પ્રથમ આરાની શરૂઆતમાં મનુષ્ય તથા પશુ-પક્ષીઓ યુગલિક હોય છે અને તેઓના દેહમાન ૩ ગાઉ તથા આયુષ્ય ૩ પલ્યોપમનું હોય છે. તે ૧. એક પલ્યોપમમાં અસંખ્યાતા વર્ષો હોય છે.
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy