________________
योगसारः १/२८ ध्यानयोगेनाऽऽज्ञापालनं भवति
(१) ध्यानयोगेनाऽऽज्ञापालनं भवति । अशुभध्यानवर्जनेन शुभध्यानाऽऽसेवनेन जिनाज्ञा पालिता भवति । आर्त्तरौद्रे ध्याने न कर्त्तव्ये, दुर्गतिकारणत्वात् । धर्मशुक्ले ध्याने आसेवनीये, सद्गतिप्रापकत्वात् । शुक्लध्यानं श्रेण्यां भवति । ततः सदा धर्मध्यानं कर्त्तव्यम् । तच्चतुर्विधम् - आज्ञाऽपाय-विपाक-संस्थान-विचयभेदात् । उक्तञ्च ध्यानदीपिकायां महोपाध्यायश्रीसकलचन्द्रगणिवरैः - 'आज्ञापायविपाकस्य, क्रमशः संस्थितेस्तथा । विचयाय पृथग् ज्ञेयं, धर्मध्यानं चतुर्विधम् ॥१२०॥' सम्बोध-प्रकरणेऽप्युक्तं श्रीहरिभद्रसूरिभिः - 'आणाविजयमवाए, विवागसंठाणगओ वि नायव्वा । एए चत्तारि पया झायव्वा धम्मझाणस्स ॥१३५५॥' (छाया - आज्ञाविचयमपायः, विपाकसंस्थानकतोऽपि ज्ञातव्याः । एतानि चत्वारि पदानि, ध्यातव्यानि धर्मध्यानस्य ॥१३५५॥) तत्र परमात्माऽऽज्ञायाः स्वरूपस्य चिन्तनमाज्ञाविचयः, रागद्वेषादिकृतापायानां चिन्तनमपायविचयः, कर्मफलचिन्तनं विपाकविचयः, लोकस्वरूप-चिन्तनञ्च संस्थानविचयः । यदुक्तं प्रशमरतौ - 'आप्तवचनं प्रवचनं, चाज्ञाविचयस्तदर्थनिर्णयनम् । आस्त्रवविकथा
(૧) ધ્યાનયોગથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. અશુભધ્યાન નહીં કરવાથી અને શુભધ્યાન કરવાથી જિનાજ્ઞાનું પાલન થાય છે. આર્તધ્યાન - રૌદ્રધ્યાન ન કરવા, કેમકે તે દુર્ગતિના કારણો છે. ધર્મધ્યાન-શુક્લધ્યાન કરવા, કેમકે તે સદ્ગતિ અપાવનારા છે. શુક્લધ્યાન શ્રેણીમાં હોય છે. તેથી હંમેશા ધર્મધ્યાન કરવું. તે ચાર પ્રકારે છે – આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય. ધ્યાનદીપિકામાં મહોપાધ્યાય શ્રીસકલચન્દ્રગણિવરજીએ કહ્યું છે – “આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનની વિચારણા માટે (ધ્યાન) એ ક્રમશઃ જુદા જુદા ચાર પ્રકારનું ધર્મધ્યાન જાણવું. (૧૨) સંબોધપ્રકરણમાં પણ શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે – “આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય જાણવા. ધર્મધ્યાનના આ ચાર પદોનું ધ્યાન કરવું. (૧૩૫૫) તેમાં પરમાત્માની આજ્ઞાના
સ્વરૂપનું ચિન્તન એ આજ્ઞાવિચય છે. રાગદ્વેષ વગેરે વડે કરાયેલા નુકસાનની વિચારણા એ અપાયરિચય છે. કર્મના ફળનો વિચાર કરવો એ વિપાકવિચય છે. લોકના સ્વરૂપનું ચિન્તન એ સંસ્થાનવિચય છે. પ્રશમરતિમાં કહ્યું છે – “આપ્તનું વચન એ પ્રવચન છે. તેના અર્થનો નિર્ણય કરવો તે આજ્ઞાવિચય છે. આશ્રવ,