SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [તત્ત્વત કરેલ છે તે શ્રી તત્વતરંગિણ નામનું પ્રકરણ શ્રી જિનેશ્વર ભગવાનના આગમને અનુસરી હું કહું છું. આથી શ્રી ગ્રંથકાર મહારાજે અહીં શ્રી જિનાજ્ઞા પ્રત્યે પિતાની આધીનતા બતાવી છે, જે બતાવીને તેઓ એમ સૂચવવા માગે છે કે (૧) પ્રત્યેક ભવભીરૂ આત્માઓનું પ્રથમ કર્તવ્ય શ્રી જિનાજ્ઞાને આધીન રહેવાનું છે. (૨) શ્રી જિનાજ્ઞાને આધીન રહેનારે તારક શ્રી તીર્થકર મહારાજ અને તેમના પવિત્ર તીર્થને ઉપકાર ભૂલ જોઈએ નહિ. (૩) જે વિચાર સૂત્રાનુસારી હોય તેજ ગ્રહણ કરવા ગ્ય છે, તે શિવાયને બીજે ગ્રહણ કરવા યોગ્ય નથી. () આ તત્વતરંગિણ ગ્રંથમાં આરાધવા લાયક તિથિએને વિચાર કરવામાં આવશે, તે પણ સૂત્રને અનુસરીને જ કરવામાં આવશે. કેઇ એમ કહેશે કે- સર્વ અમંગળ દૂર કરવા માટે શ્રી તીર્થકર મહારાજને નમસ્કાર કરે એગ્ય છે, પરંતુ તેમના તીર્થને નમસ્કાર કરવાની જરૂર નથી.” એના ઉત્તરમાં સમજવાનું છે કે તીર્થ તો શ્રી તીર્થકર મહારાજને પણ માન્ય છે. તે તારકે પણ તેને નમસ્કાર કરે છે. શ્રી નંદીસૂત્રમાં નગર–ર–ચક્ર–પદ્મ” આદિ અનેક ઉપમાઓથી એની સ્તવના કરેલી છે. १ "गुणभवणगहण सुररयणभरिय दंसणविसुद्धरत्थागा। संघनगर ! भदं ते अक्खंडचारित्तपागारा" ॥इत्यादि (नन्दीસૂર૦ જાન્ટ છે શું પૃ. ૨).
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy