SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સુદીર્ઘ પરિશ્રમના ફળ રૂપે ૧૦૦ શ્લોકોના સર્વપ્રથમ અનુવાદ–વિવેચનનું આ પુસ્તક પ્રગટ કરવાનું ગૌરવ અકાદમીને મળ્યું છે. આ પુસ્તક ચિંતક વર્ગને માટે પુષ્કળ વિચારભાથું પૂરું પાડે એવું છે. અને હવે સિદ્ધસેન દિવાકરજીની એક કૃતિ “નિયતિ દ્વાત્રિશિકા' પ્રગટ કરતાં અકાદમી ગૌરવ અનુભવે છે. પ્રાચીન ભારતના તત્ત્વજ્ઞાનની એક શાખાનું શબ્દચિત્ર આ રચનામાં સચવાઈ રહ્યું છે. મુનિશ્રી ભુવનચંદ્રજીએ ખૂબ પરિશ્રમપૂર્વક એનું અર્થઘટન કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તત્ત્વજ્ઞાન-Philosophy–ના અભ્યાસીઓ માટે આ પુસ્તક એક નઝરાણું બની રહેશે એવી અમને ખાતરી છે. જેને સાહિત્ય અકાદમી ચીલાચાલુ સાહિત્યને બદલે સ્થાયી મૂલ્ય ધરાવતા અભ્યાસપૂર્ણ પ્રકાશનો કરવા મથે છે. અમારા આ કાર્યમાં વિદ્વાન મુનિરાજ શ્રી ભુવનચંદ્રજીનો પ્રથમથી જ વિવિધરૂપે સહયોગ સાંપડ્યો છે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી અને નીવડેલા લેખક-ચિંતક શ્રી માવજીભાઈ સાવલા તરફથી અકાદમીને મૂલ્યવાન પરામર્શ અને પ્રેરણા મળતા રહ્યા છે. તેમની દોરવણી હેઠળ અકાદમીએ આટલો પંથ કાપ્યો છે. આ તકે પૂજ્ય મુનિશ્રીનો તથા શ્રી માવજીભાઈનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ. અકાદમીની પ્રવૃત્તિઓમાં અન્ય વિદ્વાનો તથા સંસ્થાઓનો પણ સહકાર મળતો રહે છે. અમદાવાદના શ્રી વિ.નેમિસૂરીશ્વરજી જેને સ્વાધ્યાય મંદિર, પાલડીના સહયોગથી અને વિદ્વદર્ય પૂજ્ય આચાર્ય શ્રી વિ.શીલચંદ્રસુરિજીના સાંનિધ્યમાં, લબ્ધપ્રતિષ્ઠા વિદ્વાન હવે સ્વ.)શ્રી જયંત કોઠારીના શુભ હસ્તે સિદ્ધસેન શતકના વિમોચન વિધિ તા. ૩૦/૪ ૨૦૦૦ના યોજાઈ હતી. આ સાંજન્ય બદલ અમે સંસ્થાના ટ્રસ્ટીઓના તથા પૂજય આચાર્યશ્રીના આભારી છીએ. અકાદમીનું હવે પછીનું પ્રકાશન હશે–સંસ્કૃત સાહિત્યની પ્રશિષ્ટ કૃતિ “પ્રબુદ્ધ રોહિણેયનો ગુજરાતી અનુવાદ. અમને આનંદ છે કે પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિજી એ આ અનુવાદ તૈયાર કરવાનું સ્વીકાર્યું છે. જૈન સાહિત્યના ક્ષેત્રે થોડું પણ નક્કર કાર્ય કરવાની અકાદમીની મહેચ્છા વિદ્વાનોના સહયોગ દ્વારા જ સિદ્ધ થઈ શકશે. આ સ્થળેથી વિદ્વજનોને વિનમ્ર વિનંતિ કે તેઓ પોતાના અનુભવ અને અભ્યાસનો લાભ અકાદમીને આપે. સૂચનો આવકાર્ય છે. જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ ગાંધીધામ, કીર્તિલાલ હાલચંદ વોરા તા. ૧૪/૧/૨૦૦૨ જેઠાલાલ ઠાકરશી ગાલા ટ્રસ્ટીઓ સંપર્ક ફોન : (રેસી.) ૩૧૯૯૧ (ગાંધીધામ) (રસી.) ૬૫૬૯૭૬૦ (અમદાવાદ)
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy