SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ स्पर्शेकविषयत्वादि-स्तत्त्वान्ताः क्रमजातयः। अरूपादनभिव्यक्त-भेदाः कृष्णाभिजातयः ॥२२॥ પાઠચર્ચા : 'આતિ' અંતવાળું પદ એકવચનમાં છે, બીજાં બધાં પદો બહુવચનમાં છે. 'સ્પર્શી...તત્ત્વાન્તાઃ' સુધી એક જ સમાસ લઈએ તો આ દોષ રહેતો નથી. 'અરૂપાત્'માં ભાવવાચક અર્થ લેવાનો થાય છે – 'રૂપાત્' એમ સમજવાનું છે. 'સ્તત્ત્વાન્તાઃ' ને સ્થાને વી. પ્રતિમાં 'સ્તન્વન્તાઃ' છે. ' મેવાઃ' ના સ્થાને વી. તથા હૈ. માં 'વેવા' છે. 'મેં જ્ઞાતિ' એકેન્દ્રિય, દ્વીન્દ્રિય વગેરે જાતિઓ સૂચવે છે એવું ‘સ્પર્શ વગેરે’ ઉલ્લેખ પરથી લાગે. જો એમ હોય તો આ શ્લોક 'મનાતિ' તથા 'અભિનાતિ' વચ્ચે શું ભેદ છે તેનો નિર્દેશ કરે છે એવું તારણ નીકળે. અભિજાતિઓ રૂપરહિત હોવાથી તેમનો તફાવત વ્યક્ત નથી હોતો – ઈન્દ્રિયગ્રાહ્ય નથી હોતો – એવો ભાવ ઉત્તરાર્ધનો જણાય છે અને જો એ એમ જ હોય તો 'કૃષ્ણ' ને સ્થાને 'ક્ષ્મ' શબ્દ હોવાની પૂરી શકયતા છે. 'સ્ત્વામિનાતયઃ'=બધી અભિજાતિઓ. यथा दुःखादि निरय- स्तिर्यक्षु पुरुषोत्तमाः । रक्तायामजनायां तु सुखजा न गुणोत्तराः ||२३|| પાઠચર્ચા : ‘જેવી રીતે નરક-તિર્યંચ ગતિમાં દુઃખ છે તેમ 'રક્તાયામનના'માં સુખ છે, તે ગુણાત્મક દૃષ્ટિએ ઉત્તમ નથી’ એવા અર્થનો ભાસ થાય છે, પરંતુ શબ્દો અનિર્ણીત રહે છે. हिंसाभिध्याभिचारार्थः पूर्वान्ते मध्यमः शमः । सम्यग्दर्शनभावान्ताः प्रतिबुद्धस्त्वयोजितः ।।२४।। પાઠચર્ચા ઃ છ અભિજાતિઓના સ્વરૂપ અંગે આ શ્લોકમાં કંઈક ટિપ્પણ કરાયું છે. પ્રથમ અભિજાતિમાં હિંસા વગેરે મુખ્ય હોય છે. વચ્ચેની અભિજાતિઓ
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy