SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 13 દેવું યોગ્ય માન્યું છે. એ જ કારણે બત્રીસીનું તુલનાત્મક અધ્યયન પણ ટાળ્યું છે અને બત્રીસીનો સારાંશ પણ અહીં આપવાનું જરૂરી નથી ગણ્યું. દિવાકરજીએ આજીવિકોના તર્કો એવી રીતે મૂક્યા છે જાણે તેઓ આજીવિકો વતી બોલી રહ્યા હોય. પરંતુ ધ્યાનમાં રહેવું જોઈએ કે તેઓ પોતાના વતી નથી કહી રહ્યા, કોઈ એક આજીવિક ગ્રંથનો સાર સંક્ષેપ કરી રહ્યા છે. દિવાકરજીનો પોતાનો અભિપ્રાય આમાં કયાંય નથી. એ સ્પષ્ટતા અંતિમ શ્લોકમાં તેમણે જાતે કરી છે. દ્વાત્રિંશિકાના રચયિતા શ્રી સિદ્ધસેન દિવાકરનું નામ દિવાકરની જેમ સ્વયંપ્રકાશી છે. દિવાકરજીના સત્તા–સમય અને સાહિત્યસર્જન વિશે પં. સુખલાલજી તથા પં. બેચરદાસજીએ ‘સન્મતિતર્ક’ની પ્રસ્તાવનામાં વિસ્તૃત ઊહાપોહ કર્યો છે. વિ.લાવણ્યસૂરિ રચિત ટીકાયુક્ત ‘દ્વાત્રિંશમ્ દ્વાત્રિંશિકાઃ'ની પ્રસ્તાવનામાં શ્રી પિનાકિન દવેએ પણ આ વિષયની ચર્ચા કરી છે. ‘શ્રી સિદ્ધસેન વ્યકિતત્વ એવં કૃતિત્વ (લેખક : શ્રી પ્રકાશ પાણ્ડેય; પ્રકાશક : શ્રી પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી)માં અન્યાન્ય પ્રમાણો તથા ઉલ્લેખોની સમીક્ષા સાથે દિવાકરજીના સમય તથા ગ્રંથરચનાની વિશદ માહિતી અપાઈ છે. ‘સિદ્ધસેન શતક’માં સંક્ષિપ્ત ચરિત્રલેખ તથા કૃતિ પરિચય મારા દ્વારા પણ આપાયો છે. આથી, આ સ્થળે એ બધાનું પુનરાવર્તન નથી કર્યું. જિજ્ઞાસુઓ ઉપર્યુક્ત સાધનોમાંથી દિવાકરજીના જીવન-કવનની માહિતી મેળવી શકશે. પ્રસ્તુત સંપાદન : ત્રણ હસ્તપ્રતો તથા બે મુદ્રિત પુસ્તકોનો આ સંપાદનમાં ઉપયોગ કર્યો છે. કોઈપણ પ્રત/પુસ્તકને પાઠ નિર્ણય માટે આધારભૂત ગણી શકાય તેમ નથી, છતાં મોટા ભાગે જૈ.ધ.પ્ર. સભા, ભાવનગરની મુદ્રિત પ્રતિનો પાઠ ગ્રાહ્ય થયો છે. હસ્તપ્રતોની માહિતી નીચે મુજબ છે. ૧. વી. – વીર વિજયજીનો ભંડાર, અમદાવાદની પ્રત. ૨. જૈ. – જૈનાનંદ પુસ્તકાલય, સુરતની પ્રત. ૩. મ. – મહુવાના ભંડારની પ્રત. પ્રતોના સૂચિક્રમાંક દુર્ભાગ્યે નોંધી શકાયા નથી. ભાવનગરની મુદ્રિત પ્રતના
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy