SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 10 નિયતિવાદ અને આજીવિકોઃ ભગવાન મહાવીરનો એક સમયનો શિષ્ય અને સાથી “પંખલિપુત્ર ગોસાલ પાછળથી આજીવિક સંપ્રદાયનો મુખ્ય પ્રવર્તક પુરુષ બન્યો. સંશોધક વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે આજીવિક સંપ્રદાય ગોસાલકની પૂર્વે પણ હતો. આ સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત નિયતિવાદ હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ, ગ્રંથો કે સ્થાનો આજે રહ્યા નથી. ભારતમાં આ સંપ્રદાય ગોસાલક પછી પણ લાંબા સમય સુધી ટક્યો હતો તેના પુરાવા છે. દિવાકરજીના સમયમાં આ સંપ્રદાય બળવાન સ્વરૂપમાં હશે, એથી જ એ દર્શનની માન્યતાઓનો સાર સંગ્રહ કરવાની જરૂર દિવાકરજીને જણાઈ હશે. જૈનોના ભગવતી, સૂત્રકૃતાંગ, પ્રશ્ન વ્યાકરણ, આચારાંગ, આવશ્યક સૂત્ર ચૂર્ણિ, નંદી સૂત્ર જેવા આગમોમાં, બૌદ્ધોના દીઘનિકાય, મઝિમ નિકાયના અનેક સુત્તોમાં, બુદ્ધઘોષ, ધર્મપાલ વગેરે બૌદ્ધ આચાર્યોની રચેલી “અદ્ભકથાઓમાં આજીવિકો વિશે પુષ્કળ પ્રકીર્ણ માહિતી જોવા મળે છે. “સ્યાદ્વાદ મંજરી'માં શ્રી મલ્લિષણ સૂરિએ ઉદ્ધત કરેલ શ્લોકો પરથી જણાય છે કે ઈસુની તેરમી સદીમાં ભારતમાં આ સંપ્રદાય જીવંત હતો. અન્ય ઉલ્લેખો પરથી ઈસુના પંદરમા શતક સુધી આજીવિકો ટકી રહ્યા હતા એવું તારણ વિદ્વાનો કાઢે છે. આ સંપ્રદાય દક્ષિણમાં પણ વિસ્તર્યો હતો અને તમિળ ભાષામાં આ મતનું સાહિત્ય રચાયું હતું, જે આજે ઉપલબ્ધ નથી. કેટલીક જૂની તમિળ ભાષાની જૈન, બૌદ્ધ, શૈવ વિદ્વાનોની કૃતિઓમાં આજીવિકોનું સવિસ્તર વર્ણન પણ મળે છે. આજીવિકોના સિદ્ધાંતો તથા ઈતિહાસની વિસ્તૃત જાણકારી માટે શ્રી એ. એલ. બશમનું પુસ્તક "History and Doctrines of Ájivikas" જોવું જોઈએ. (પ્રકાશક - મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૮૧). આજીવિક સંપ્રદાયની સંક્ષિપ્ત માહિતી માટે આ પુસ્તકમાં અન્યત્ર આપેલ “આજીવિક સંપ્રદાય” શીર્ષક લેખ જુઓ. નિયતિ દ્વાિિશકાર આજીવિકોના નિયતિવાદનું મૌલિક ચિત્ર આ કાત્રિશિકામાં મળે છે એ દૃષ્ટિએ ભારતના પ્રાચીન દાર્શનિક સાહિત્યમાં એ વિશિષ્ટ કૃતિ ગણાય. અર્ધમાગધી અને પાલિ સાહિત્યમાં આજીવિક માન્યતાઓના વર્ણન મળે છે; બે-ત્રણ પ્રાચીન
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy