________________
કરે
એ ભાવતીર્થને બીજો પર્યાય. दसणनाणचरित्ते, सुनिउत्तं जिणवरेहिं सव्वेहिं । एएण होइ तित्थं, एसो अन्नोवि पज्जाओ ॥११९॥
અર્થ -સર્વ શ્રી જિનેશ્વરોએ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે તીર્થ ઉથાપેલું છે એ કારણથી તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ તીર્થ કહેવાય, એ તીર્થ શબ્દને બીજે પર્યાય (અર્થ) પણ જાણવા. (૧૧૯)
સમતાને ઉપાય. सव्यो पुवकयाणं, कम्माणं पावए फलविवागं । अवराहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होइ ॥१२०॥ धारिज्जइ इंतो जल-निही वि कल्लोलभिन्नकुलसेलो । न हु अन्नजम्मनिम्मिय, सुहासुहो कम्मपरिणामो ॥१२१॥ अकयं को परिभुंजइ, सकयं नासिज्ज कस्स किर कम्मं । सकयमणुभुजमाणो, कीस जणो दुम्मणो होई ॥१२२॥
અર્થ:-સર્વ લેક (જીવ) પૂર્વભવે કરેલાં કર્મોનાં જ ફળ ભેગવે છે, અપરાધોમાં અને ગુણેમાં ( દુઃખસુખમાં) બીજે તે નિમિત્ત માત્ર જ હોય છે. અર્થાત્ પોતાના કેવા કર્મવિપાક વિના બીજે કંઈ સારું ખોટું કરી શકતું નથી. (૧૨)
પાણીનાં મેટાં મજાથી કાંઠાના પર્વતને પણ જેણે ભેદી નાંખ્યા છે એવા સમુદ્રને સામેથી આવતે રોકી