SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાનકાળે સામાન્ય રીતે બની રહ્યું છે. તેમાં પણ સર્જક પ્રતિભાના દર્શન વિરલ બન્યા છે. આપણે ત્યાં સર્જનનો પ્રવાહ અવિચ્છિન્ન પણે ચાલ્યો આવે છે. તેમાં છેલ્લા ૩૦ વર્ષમાં સર્જન સરિતા ક્ષીણસોત બની ગઈ છે. નવા ગ્રંથો રચવા-પ્રાચીનગ્રંથો ઉપર વિદ્ગદ્ ભોગ્ય વૃત્તિ-વિવરણ-ટીકા લખવી તે બધું જલ્દી સાંભળવા મળતું નથી. વીસમા સૈકામાં આવેલું પુર તૂર્ત ઓસરી ગયું. એકવીસમાં સૈકાનો સાહિત્યનો ઈતિહાસ લખાશે ત્યારે તેમાં થયેલી રચનાઓ ગણતર હશે અને તેમાં ગણના પાત્ર તો કેટલીક જ હશે. તો આવા સમયમાં પૂજયપાદ ઉપાધ્યાજી મહારાજ રચિત નવ્ય ન્યાયની શૈલીમાં-દાર્શનિક પ્રવાહોની સમીક્ષા કરતા આધ્યાત્મિક ગ્રંથ ઉપર સરળસુખબોધ્ય ભુવનતિલકા ટીકાને આવકારવામાં ખૂબ હર્ષ થાય છે. ટીકાકારની વિદ્વત્તાના દર્શન ગ્રંથના પાને પાને થાય છે. મૂળગ્રંથને વધુને વધુ સરળ રીતે તેના ગહન અર્થને પણ સહેલી ભાષામાં નિરુપવામાં સફળતા મળી છે. ટીકાકાર પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આ વૃદ્ધવયે પણ વિદ્યોપાસના અવિરત પણે કરી રહ્યા છે. પૂર્વે પણ તેઓએ અધ્યાત્મસાર વગેરે ગ્રંથો ઉપર ટીકા લખી છે. પદ્યસાહિત્ય પણ સ્તુતિ સ્તોત્ર, સ્તવન વગેરે પણ મોટી સંખ્યામાં રચ્યા છે. અહીં તેઓએ રચેલી ટીકાની સમાલોચના કરવાની ઉપકમ નથી પણ સહર્ષ હૈયે ઉલ્લસિત વદને આવકારનો આનંદ છે, હજી વિર્ય સૂરિજીના હાથે અન્ય પણ ગ્રંથો વિજ્યોલ્લાસ જેવા ગ્રંથો ઉપર વૃત્તિ વિવરણ લખાય તો વિદ્વાનો પર મહાન ઉપકાર થશે. - તેઓશ્રી વિદ્વાન શિષ્યો દ્વારા પણ આ ગ્રન્થરચનાની પરંપરા પ્રવર્તતી રહો તેવી શુભાભિલાષા સાથે વ્યાકરણાચાર્ય પૂજ્ય આચાર્ય મ. વાલમ તીર્થ (ગુજ.). શ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજ ચરણરેલુ કાર્તિક વદિ દશમી. પં. પ્રદ્યુમ્નવિજયજી ગણિ. શ્રી વીર દીક્ષા કલ્યાણક. (હાલ પૂ. આચાર્યશ્રી)
SR No.022238
Book TitleAdhyatmaop Nishad
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year2010
Total Pages178
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy