________________
ગુરુ પરમાત્માના પ્રતિનિધિ છે. ગુરુમાં પરમાત્માને જોવાના છે. જેવી પરમાત્માની ભક્તિ કરીએ છીએ તેવી ગુરુની ભક્તિ કરવાની છે. ગુરુની પરમાત્મા જેવી ભક્તિ કરનારને બધી સમૃદ્ધિઓ મળે છે. કહ્યું છે કે –
'यस्य देवे परा भक्तिः, यथा देवे तथा गुरौ।
तस्यैते सकला अर्थाः, प्रकाशन्ते महात्मानः॥' ગુરુ આપણને ધર્મ પમાડનાર છે. તેમના ઉપકારનો બદલો વળી શકે એમ નથી. પ્રશમરતિમાં કહ્યું છે -
'दुष्प्रतिकारौ मातापितरौ, स्वामी गुरुश्च लोकेऽस्मिन् ।
तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः ॥७१॥' મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ કહ્યું છે કે – “સમકિતદાતા ગુરુ તણો, પચ્ચેવયાર ન થાય;
ભવ કોડાકોડે કરી, કરતા કોટિ ઉપાય.” બીજે પણ ગુરુનો મહિમા ગાતા કહ્યું છે –
“ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિના ઘોર અંધાર; જે ગુરુવાણી વેગળા, તે રડવડિયા સંસાર. કુંભે બાંધ્યું જલ રહે, જલ વિણ કુંભ ન હોય; શાને બાંધ્યું મન રહે, ગુરુ વિના જ્ઞાન ન હોય. નિર્લોભી નિર્લાલચી, નિર્મલ નિરહંકાર; નિષ્કારણ બંધુ ગુરુ, શુદ્ધ પ્રરૂપણહાર. ગુરુ ચંદન ગુરુ આરસી, ગુરુ ગૌતમ અવતાર; એવા ગુરુવર કબ મીલે, ટાળે સર્વ વિકાર. મુંગા વાચા પામતા, પંગુ ગિરિ ચઢી જાય;
ગુરુકૃપા બલ ઓર હૈ, અંધ દેખન લગ જાય.” આમ ગુરુની ગરિમા અવર્ણનીય છે. ગુરુ અનેક ગુણોથી અલંકૃત છે. તેમના મુખ્ય ૩૬ ગુણો છે. આ ૩૬ ગુણો “પંચિંદિય સૂત્રમાં બતાવેલા છે. ગુરુના ૩૬ ગુણોની આ તો માત્ર એક જ છત્રીશી બતાવી છે. ગુરુના ગુણોની આવી અનેક છત્રીશીઓ છે. “શ્રીગુરુગુણષત્રિંશષદ્ગિશિકા