SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) ભય પ્રતિસેવના :- ભયથી દોષો સેવવા તે. દા.ત. રાજાના ભયથી રસ્તો બતાવવો, સિંહના ભયથી ઝાડ પર ચઢવું વગેરે. (૯) દ્વેષ પ્રતિસેવના :- ક્રોધ વગેરે કષાયોથી દોષો સેવવા તે. (૧૦) વિમર્શ પ્રતિસેવના :- નૂતનદીક્ષિત વગેરેની ‘શું એ જીવોની શ્રદ્ધા કરે છે કે નહીં ?' એવી પરીક્ષા કરવા માટે સચિત્ત પર ગમન વગેરે ક્રિયા કરવી તે. છ ૧૦ પ્રકારના આલોચનાના દોષો જ (૧) આકંપઈત્તા :- ‘મને થોડું પ્રાયશ્ચિત્ત આપે’ એમ વિચારીને વૈયાવચ્ચથી પહેલા આચાર્યને વશમાં કરીને પછી આલોચના કરવી તે. (૨) અનુમાનઈત્તા ઃ- ધન્ય છે જે તપ કરે છે. હું તપ કરી શકતો નથી. મારી ક્યાં શક્તિ છે ? આપ મારી શક્તિ જાણો છો ?' આમ મીઠા વચનોથી આચાર્યને ખુશ કરીને આલોચના કરવી તે, અથવા આચાર્યના સ્વભાવનું અનુમાન કરીને આલોચના કરવી તે. (૩) જીં દિ。 :- બીજાએ પોતાના જે દોષો જોયા હોય તેટલા આચાર્યને કહેવા, પ્રાયશ્ચિત્તના ભયથી કે આચાર્ય મારો અપરાધ જાણી જશે એવા ભયથી બીજા દોષો ન કહેવા તે. (૪) બાદર :- મોટા મોટા દોષોની આલોચના કરવી પણ નાના નાના દોષોની આલોચના ન કરવી તે. તે એમ સમજતો હોય કે આચાર્ય એમ માનશે કે, જે મોટા દોષોની આલોચના કરતો હોય તે શું નાના દોષોની આલોચના ન કરે ? અવશ્ય કરે.' (૫) સૂક્ષ્મ :- નાના નાના દોષોની આલોચના કરવી પણ મોટા મોટા દોષોની આલોચના ન કરવી તે. તે એમ સમજતો હોય કે આચાર્ય એમ માનશે કે, જે નાના દોષોની આલોચના કરતો હોય, તે શું મોટા દોષોની આલોચના ન કરે ? અવશ્ય કરે.' (૬) છન્ન :- અમુક અપરાધમાં શું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પૂછી પોતે જાતે જ પ્રાયશ્ચિત્ત કરવું તે, અથવા એટલું ધીમેથી બોલે કે આચાર્ય પણ સાંભળે નહીં. ...O... ૧૦ પ્રકારના આલોચનાના દોષો
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy