________________
કુણાલના દૃષ્ટાંતમાં જેમ વાક્ય અને અર્થ બદલાઈ જતાં અનર્થ થયો તેમ શાસ્ત્રના સૂત્ર અને અર્થ બદલાઈ જતાં અનર્થ થાય. માટે સૂત્ર અને અર્થ બન્ને બદલાય નહીં તેની કાળજી રાખવી.
૮ પ્રકારના દર્શનાચાર « (૧) નિઃશંકિત :- જિનવચનમાં શંકા ન કરવી. બે બાળકોનું દષ્ટાંત.
બે બાળકોનું દૃષ્ટાંત - એક ભાઈની પત્ની મરી ગઈ. એટલે એણે બીજા લગ્ન કર્યા. જૂની પત્નીથી તેને એક બાળક હતો. નવી પત્નીથી પણ તેને એક બાળક હતો. નવી પત્ની બન્ને બાળકોને સમાન રીતે પાળતી-પોષતી હતી. પણ જૂની પત્નીના દીકરાને સાવકી માતા પ્રત્યે મનમાં શંકા હતી. એક વાર માતાએ બન્ને પુત્રોને અડદની રાબ પાઈ. તેનો દીકરો તો કોઈ શંકા વિના રાબ પી ગયો. જૂની પત્નીનો દીકરો વિચારે છે કે, “આ રાબમાં મરેલી માખીઓ નાંખી છે.” આવી શંકા સાથે તે રાબ પીએ છે. પછી તે વમન કરે છે. તે વલ્થલી રોગથી મરે છે.
માતા સારી અને સાચી હતી. છતાં જૂની પત્નીના દીકરાએ શંકા કરી તો મરી ગયો. તેમ જિનવચનમાં શંકા કરવાથી સમ્યક્તથી ભ્રષ્ટ થવાથી આધ્યાત્મિક મરણ થાય છે. માટે શંકા ન કરવી. નિષ્કાંતિ :- અન્ય અન્ય દર્શનની કાંક્ષા ન કરવી. સેવકનું દૃષ્ટાંત. સેવક (ઈન્દ્રદત) નું દષ્ટાંત - જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં માલવનગર નામે નગર હતું. ત્યાં પૃથ્વીપાલ નામે રાજા હતો. તેની રતિસુંદરી નામે પટરાણી હતી. તે જ નગરમાં ઈન્દ્રદત્ત નામે કુલપુત્ર હતો. તેની ગુણવતી નામે પત્ની હતી. એકવાર રાજાએ ઈન્દ્રદત્તને ચોમાસામાં રાજ્યના કાર્ય માટે ઉજ્જયિની મોકલ્યો. તેની પત્નીએ ઘરમાં દેવાલય કરી તેમાં યક્ષની પ્રતિમા સ્થાપી. તે દરરોજ તે યક્ષની પૂજા કરીને વિનંતિ કરતી હતી, “હે યક્ષરાજ ! આપ મારા પતિનું રક્ષણ કરજો.” યક્ષ પણ ઈન્દ્રદત્તનું રક્ષણ કરતો હતો. કાર્ય પૂર્ણ થતાં ઈન્દ્રદત્ત
૮ પ્રકારના દર્શનાચાર
૩૫..